ઓઈલ કંપનીઓ દેશમાં નવા રિટેલ આઉટલેટ્સ સ્થાપશે

Spread the love

આ વિસ્તરણને પગલે સ્થપાનારા આઉટલેટ્સ શહેરી વિસ્તારો, નવા બનનારા હાઈવેઝ, કૃષિ ક્ષેત્રો, ગ્રામીણ, અંતરિયાળ અને દૂર-સુદૂરના વિસ્તારો જેવા ઉભરતા બજારોને સેવા પૂરી પાડશે


અમદાવાદ
દેશની અગ્રણી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(ઓએમસી) બીપીસીએલ, એચપીસીએલ તથા આઈઓસીએલ દેશભરમાં નવા રિટેલ આઉટલેટ્સ સ્થાપવાની જાહેરાતો જારી કરવાની ઘોષણા કરી છે. આ જાહેરાતોનો હેતુ દેશની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલની વધતી માંગને પહોંચી વળવાનો છે.
પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણની માંગ વર્ષોથી સતત વધી રહી છે. દેશના અર્થતંત્રમાં થઈ રહેલાં નોંધપાત્ર વિકાસને પરિણામે ઊર્જાની જરૂરિયાતમાં અનેકગણો વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને આ ઓએમસી વધતી જતી આ માંગને પહોંચી વળવા માટે તેમના રિટેલ આઉટલેટ નેટવર્કનું વિસ્તરણ હાથ ધરી રહી છે. આ વિસ્તરણને પગલે સ્થપાનારા આઉટલેટ્સ શહેરી વિસ્તારો, નવા બનનારા હાઈવેઝ, કૃષિ ક્ષેત્રો, ગ્રામીણ, અંતરિયાળ અને દૂર-સુદૂરના વિસ્તારો જેવા ઉભરતા બજારોને સેવા પૂરી પાડશે. ગ્રામીણ વિસ્તારોની કૃષિ માંગને પહોંચી વળવા અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગુણવત્તાયુક્ત પેટ્રોલિયમ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ છે તે સુનિશ્ચિત કરવું એ આ વિસ્તરણનો ઉદ્દેશ્ય છે.
પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) સ્થાપવા માટેની છેલ્લી જાહેરાત વર્ષ 2014-15માં જારી કરવામાં આવી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ હવે પેટ્રોલ પમ્પ સ્થાપવા માટે સંભવિત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાની જાહેરાતો જારી કરી છે.
ડીલરની પસંદગી પ્રક્રિયાને સરળ બનાવવા અને સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને અપાયેલા વિશેષ મહત્વની સાથે સામંજસ્ય જાળવવા માટે, ઓએમસીએ અત્યંત સરળ અને યુઝર ફ્રેન્ડલી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ્સ રજૂ કર્યા છે.
જાહેરાતમાં નિર્દિષ્ટ સ્થળ/પટ્ટા પર યોગ્ય જમીનની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ છે, પરંતુ એસસી/એસટી માટેનાસ્થળો માટે અરજદારો શરૂઆતમાં જમીન વિના અરજી કરી શકે છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે જમીન ઉપલબ્ધ બનાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પસંદગી પ્રક્રિયાનેવધુ પારદર્શક બનાવવા માટે લોટ્સનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા બિડ ખોલવામાં આવશે.
તમામ રિટેલ આઉટલેટ્સને ઓટોમેશન સહિતની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવશે. રિટેલ આઉટલેટ્સની ડીલરશીપને ઉદ્યોગસાહસિકો માટે ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ સાથે જોડાવાની નોંધપાત્ર તક તરીકે જોવામાં આવે છે.
રસ ધરાવતા ઉદ્યોગસાહસિકો અમારી વેબસાઇટ “http://www.petrolpumpdealerchayan.in” માં ઉપલબ્ધ વિગતવાર જાહેરાત અને બ્રોશર જોઈ શકે છે.

Total Visiters :144 Total: 1497714

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *