જૈન સાધુઓ દ્વારા રચાયેલાં ભારતીય ભક્તિ સંગીત અને શાસ્ત્રીય સંગીતનો સુભગ સમન્વય કરતા  રાગોપનિષદની સંગીતમય રજૂઆત થશે

Spread the love

અમદાવાદ

આજથી 500 વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં અને સચવાયેલાં ગહન ગ્રંથ રાગોપનિષદની સંગીતમય રજૂઆતનો કાર્યક્રમ મુંબઈમાં યોજાશે. રાગોપનિષદ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં મૂળ ધરાવતું રાગોપનિષદ ભારતીય સંગીતની દુનિયામાં એક સાંસ્કૃતિક ખજાના તરીકે ઊભું છે.

રાગોપનિષદ નામની આ શ્રેષ્ઠ કૃતિને આર્ષદષ્ટા જૈન આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાવવામાં આવી છે, જે સદીઓ જૂની ભક્તિ ગીતોની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગહન આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે.

મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ ગુજરાતના વર્તમાન ગૃહ નાયબ મંત્રી હર્ષ સંઘવી અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં પ્રાચીન જૈન ભક્તિ સંગીતમાં શાસ્ત્રીય રાગો આધારીત મહાગ્રંથ રાગોપનિષદ એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન થયું  છે. જે પ્રાચીન પરંપરાઓ અને સમકાલીન કલાત્મકતાનું સુમેળભર્યું મિશ્રણ કરે છે. આ કાર્યક્રમ 8 માર્ચ, 2025 ના રોજ સાંજે 5:30 વાગ્યે લક્ષ્મી સરસ્વતી ગ્રાઉન્ડ, ગોરેગાંવ ખાતે યોજાશે.

આ ઉદ્ઘાટન ફક્ત સંગીતનો ઉત્સવ નથી પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પુનરુત્થાન છે, જે ભાવિ પેઢીઓને આપણા સંગીત વારસાના ઊંડાણને શોધવા અને તેનું સન્માન કરવાની પ્રેરણા કરે છે.

આ સંગીતમય પ્રયાસ પાછળ વિખ્યાત સંગીતકાર સ્વરાધીશ ડૉ. ભરત બલવલ્લી છે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ગ્વાલિયર ઘરાનાના આદરણીય પંડિત યશવંત બુવા જોશીના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા ડૉ. બલવલ્લીની કલાત્મકતામાં તાર શહેનાઈની યાદ અપાવતી પ્રવાહીતા અને અભિવ્યક્તિને સમાવેશ થાય છે. પરંપરાગત સ્વરૂપોના સંરક્ષણ અને પુનર્જીવિતકરણ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ રાગોપનિષદને ફળદાયી બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેથી આ પ્રાચીન રચનાઓ સમકાલીન શ્રોતાઓ સાથે તાદાત્મ્ય જાળવે અને તેમના મૂળ સારને જાળવી રાખે.

રાગોપનિષદ સંગીતમય આલ્બમમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયકોને દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત ઉલ્હાસ કાશલકર, સુરેશ વાડકર, સોનુ નિગમ, શંકર મહાદેવન, જસપિંદર નરુલા, જાવેદ અલી, કૌશિકી ચક્રવર્તી, ડૉ. અશ્વિની ભીડે, પંડિત વેંકટેશ કુમાર, પંડિત શૌનક અભિષેકી, પંડિત રઘુનંદન પાંશીકર, પંડિત રામ દેશપાંડે, ઓસ્માન મીર, ફાલ્ગુની પાઠક, રાહુલ દેશપાંડે, દેવકી પંડિત, પંડિત જયતીર્થ મેવુન્દી, આરતી અંકલીકર, પંડિત આનંદ ભાટે અને પંડિત સંજીવ અભ્યંકરનો સમાવેશ થાય છે. આ આલબમનું રેકોર્ડિંગ યશરાજ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું છે.

રાગોપનિષદ ભારતીય સંગીતમાં એક અમૂલ્ય રત્ન છે, જે 500 વર્ષ પહેલાં વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલ અને સાચવેલ એક ગહન ગ્રંથ છે.

રાગોપનિષદ પુસ્તકમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છેઃ

(૧) હસ્તલિખિત હસ્તપ્રતોમાંથી ૧૨૬ ખોવાયેલા રાગનું પુનરુત્થાન

(૨) ૩૮ રાગ માળા

(૩) ૯૫૮ શ્લોકોમાં વણાયેલા ૯૦ થી વધુ મોહક રાગ

(૪) ૧૫૦+ પ્રાચીન સંગીતનાં સાધનોનાં ચિત્રો અને વર્ણન

(૫) ૯૦ પ્રાચીન, ઉત્કૃષ્ટ, હસ્તકલાવાળા રાગ ચિત્રો.

આ અસાધારણ કાર્ય પ્રખ્યાત પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા સંગીતકારના યોગદાન દ્વારા સમૃદ્ધ બન્યું છે, જેમની કલાત્મકતા આ પ્રાચીન સૂરોને જીવંત બનાવે છે. રાગોપનિષદનું સંગીત સીમાઓ પાર કરે છે, જે સર્વાંગીણ ઉપચાર અને આધ્યાત્મિક જાગૃતિમાં ગહન પ્રવાસ પ્રદાન કરે છે.

લોકાર્પણ પછી ઉપસ્થિતોને વ્યક્તિગત પેન ડ્રાઈવ પર ડિજિટલ સંગીત સંસ્કરણો સાથે, હિન્દી અને અંગ્રેજીમાં રાગોપનિષદ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે.

તેમની સામૂહિક કલાત્મકતા શનિવારની સંગીત સંધ્યાને એક સ્વર્ગીય અનુભૂતિમાં પરિવર્તિત કરવા માટે તૈયાર છે, જે ભારતના સંગીત વારસાની શાશ્વતતાને પ્રતિબિંબિત કરે છે. ભારતીય શાસ્ત્રીય સંગીત લાંબા સમયથી આત્માને સ્પર્શ કરવા માટે એક આધ્યાત્મિક માર્ગ તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે, જે ભૌતિકતાને પાર કરીને દિવ્યતાનો સ્પર્શ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *