હોકી ઈન્ડિયા અને કોકા-કોલા ઈન્ડિયાએ નેશનલ વિમેન્સ હોકી લીગ 2024-25ના છેલ્લા તબક્કાનું આયોજન કર્યું

Spread the love

કોકા કોલા ઈન્ડિયા અને તેના ફાઉન્ડેશન આનંદના દ્વારા સમર્થિત હોકી ઈન્ડિયા ઝારખંડના રાંચીમાં 18 માર્ચથી 28 માર્ચ, 2025 દરમિયાન નેશનલ વિમેન્સ હોકી લીગ 2024-25ના આખરી તબક્કાનું આયોજન કરી રહી છે. એપ્રિલ-મે, 2024માં સફળ રહેલા પહેલા તબક્કાના પગલે આ લીગ સર્વોચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે ભારતની ટોચની મહિલા હોકી પ્રતિભાઓ માટે મંચ પૂરું પાડવાનું ચાલુ રાખે છે.

આ પ્રકારની પ્રથમ સ્થાનિક લીગ ઉભરતા ખેલાડીઓને અનુભવી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાની તક આપે છે, જેમાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાની ક્ષમતા હોય છે. તેમાં 14મી હોકી ઈન્ડિયા સિનિયર વિમેન નેશનલ ચેમ્પિયનશિપ 2024ની ટોચની આઠ ટીમો સમાવિષ્ટ છે. ભાગ લેતી ટીમોમાં હોકી હરિયાણા, હોકી મહારાષ્ટ્ર, હોકી ઝારખંડ, હોકી મધ્યપ્રદેશ, હોકી બંગાળ, હોકી મિઝોરમ, મણિપુર હોકી અને હોકી એસોસિએશન ઓફ ઓડિશાનો સમાવેશ થાય છે.

મહિલા હોકીને આગળ લઈ જવાના ઉદ્દેશ સાથે, નેશનલ વિમેન હોકી લીગ 2024-25 એ કોકા-કોલા ઈન્ડિયાના #SheTheDifference કેમ્પેઇનનું વિસ્તરણ છે, જે મહિલાઓને ઊજવણી કરવા, ઉત્થાન કરવા અને ટેકો આપવા માટેની પહેલ છે. આ ભાગીદારી સ્પેશિયલાઇઝ્ડ કોચિંગ, તાલીમ સાધનો, પોષણ માટેની સહાય અને કેમ્પ્સ તથા ટુર્નામેન્ટ્સ યોજવા સહિતના મહત્વના સંસાધનો પૂરા પાડે છે જેથી રમતના વિકાસને પ્રોત્સાહન મળે અને મહિલા ખેલાડીઓને સશક્ત બનાવી શકાય.

વર્તમાન ભાગીદારી અંગે હોકી ઈન્ડિયાના પ્રમુખ ડો. દિલીપ તિર્કીએ જણાવ્યું હતું કે, “અમે નેશનલ વિમેન્સ હોકી લીગના અંતિમ તબક્કાનું આયોજન કરવા બદલ રોમાંચિત છીએ અને કોકા-કોલા ઈન્ડિયાનો તેમના અતૂટ સમર્થન બદલ આભાર માનીએ છીએ. આ ભાગીદારી ભારતમાં મહિલા હોકીને આગળ લઈ જવામાં, યુવા ખેલાડીઓને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે જરૂરી સંસાધનો અને તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે મળીને, અમે મહિલા હોકી માટે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યા છીએ અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા માટે માર્ગ મોકળો કરી રહ્યા છીએ.”

પ્રમુખની ભાવનાઓને સમર્થન આપતા હોકી ઈન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલાનાથ સિંહે જણાવ્યું હતું કે, “કોકા-કોલા ઈન્ડિયાની અડગ પ્રતિબદ્ધતાથી અમને મહિલા ખેલાડીઓ માટે મજબૂત પાયો બનાવવામાં મદદ મળી છે. લીગના અંતિમ તબક્કાની શરૂઆત સાથે, અમે ભારતીય મહિલા હોકીના ભવિષ્યને વ્યાખ્યાયિત કરતા અસાધારણ પ્રદર્શન જોવા માટે આતુર છીએ.”

કોકા-કોલા ઈન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કોકા-કોલા ઈન્ડિયા ખાતે, અમે અર્થપૂર્ણ સામુદાયિક જોડાણ દ્વારા જીવનને પ્રેરણા અને પરિવર્તન આપવાની શક્તિમાં માનીએ છીએ. નેશનલ વિમેન્સ હોકી લીગ માત્ર એક ટુર્નામેન્ટ નથી, તે એક પ્લેટફોર્મ છે જે મહિલા ખેલાડીઓની આગામી પેઢીનું જતન કરે છે. અમારા #SheTheDifference કેમ્પેઇન દ્વારા, અમે મહિલા ખેલાડીઓને સહાયક ઇકોસિસ્ટમથી સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેમજ વધુને વધુ યુવતીઓને અવરોધો તોડવા અને રમતગમતમાં તેમના જુસ્સાને આગળ વધારવા માટે પ્રેરણા આપીએ છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *