અમદાવાદ
ગુજરાત રાજ્ય અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ ક્લબ દ્વારા ચેસ ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૨૪.૫.૨૦૨૫ અને ૨૫.૫.૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે:
છોકરાઓ: છોકરીઓ:
૧) કિઆન પટેલ – ૬.૫ પોઈન્ટ ૧) માન્યા ડ્રોલિયા – ૭ પોઈન્ટ
૨) આશ્રય રાવાણી – ૬.૫ પોઈન્ટ ૨) વરેણ્ય લક્ષ્મી વાકા – ૫.૫ પોઈન્ટ
૩) દિવ્યાંશ રાજાણી – ૬ પોઈન્ટ ૩) આરિની સિંહ – ૫.૫ પોઈન્ટ
૪) પ્રિયાંશ જરીવાલા – ૬ પોઇન્ટ ૪) આશ્વી સિંહ – ૫ પોઇન્ટ
૫) ધ્યાન પટેલ – ૫.૫ પોઇન્ટ ૫) રેયના પટેલ – ૫ પોઇન્ટ
દરેક કેટેગરી (છોકરાઓ અને છોકરીઓ) માં ટોચના દસ ખેલાડીઓને ભાવેશ પટેલ (GSCA) અને મયુર પટેલ દ્વારા ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં ટોચના બે વિજેતાઓ મહારાષ્ટ્ર ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.