એશિયન કબ્ડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતે ઈરાનને હરાવી આઠમી વખત ટાઈટલ જીત્યું

Spread the love

ભારતે ફાઇનલમાં ઈરાનને 42-32થી હરાવ્યું, આ હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતે પ્રથમ હાફમાં 23-11થી પ્રભુત્વ જમાવ્યું હતું

બુસાન

ભારતીય કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું છે. ભારતીય કબડ્ડી ટીમે પોતાનો દમ દેખાડતા ઈરાનને પછાડીને આઠમી વખત એશિયન ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું છે. ભારતે ઈરાનની ટીમને બે દિવસમાં બે વખત હરાવીને આ અદ્ભુત કામ કર્યું છે. ભારતે ફાઇનલમાં ઈરાનને 42-32થી હરાવ્યું હતું.

આ હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતે પ્રથમ હાફમાં 23-11થી પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ ત્યારબાદ ઈરાને તેમના સુકાની મોહમ્મદરેઝા શાદલુઈ ચયાનેહની શાનદાર રમતને કારણે પ્રેરિત થઈને બીજા હાફમાં  ગેપને ઘણુખરુ ઘટાડી દઈને રમતમાં વાપસી કરી હતી. પરંતુ શદાલુઈની છેલ્લી ઘડીની ભૂલ હતી જેણે ભારતને કોઈપણ સમસ્યા વિના ટાઈટલ જીતવામાં મદદ કરી. ભારતના સ્ટાર અને ટીમના કેપ્ટન પવન સેહરાવતે ઈરાન સામે મોટા ભાગના પોઈન્ટ મેળવ્યા અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક તબક્કે રમતમાં બે મિનિટ બાકી હતી ત્યારે ઈરાને ભારતની લીડને ઓછી કરીને 38-31 સુધી કરી દઈને રમતને રોમાંચક બનાવી દીધી હતી. દિવસની શરૂઆતમાં ભારતે હોંગકોંગને 64-20ના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું અને લીગ તબક્કામાં અજેય રહીને સમાપ્ત કર્યું હતું.

ભારત માટે આ જીત મોટી છે કારણ કે તેણે આ વર્ષના અંતમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે તેમને સેટ કરી દીધા છે. એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ એ પ્રમાણભૂત કબડ્ડી સ્પર્ધા છે. તે સૌ પ્રથમ 1980માં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે વધુ એક જીત મેળવીને આ ટુર્નામેન્ટમાં પોતાનો 8મો મેડલ જીત્યો છે. ફાઇનલ મેચ રિપબ્લિક ઓફ કોરિયાના બુસાનમાં ડોંગ-યુઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સિઓકડાંગ કલ્ચરલ સેન્ટર ખાતે રમાઇ હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *