પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા પરસ્પર વિવાદને ઘટનાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી
બક્સર
બિહારના બક્સર જિલ્લામાં સોમવારે સવારે પારિવારિક વિવાદમાં ડબલ મર્ડરની સનસનીખેજ ઘટના સામે આવી છે. એક યુવકે તેની માતાને લોખંડનો સળિયો મારી ક્રૂર હત્યા કરી નાખી છે.
ત્યારબાદ આરોપી યુવકે તેના જ ભત્રીજાને ઘરના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો જેના કારણે માસૂમનું પણ મોત નીપજ્યુ છે. આરોપીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ ઘટના આજે સવારે બની હતી.
પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલ પરસ્પર વિવાદને ઘટનાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક એસપી મનીષ કુમાર અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના સમયે આરોપીની માતા જાનકી દેવી ઘરના ટેરેસ પર પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમનો પૌત્ર પણ હાજર હતો. આરોપીએ પહેલા તેની માતાને લોખંડના સળિયો મારીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ તેણે તેના ભત્રીજાને ત્રણ માળના મકાનની છત પરથી નીચે ફેંકી દીધો. જેના કારણે માસૂમનું પણ મોત થયું હતું. બાળક આરોપીના બીજા ભાઈનો એકમાત્ર પુત્ર હોવાની માહિતી મળી રહી છે.