ENGIMACH 2025માં ₹5,000 કરોડના વેપારનું લક્ષ્ય

Spread the love

ભારતના સૌથી મોટા મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી એક્સ્પોનું ગ્લોબલ મોમેન્ટમ સાથે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું, 1,000 થી વધુ એક્ઝિબિટર્સ, 400 વૈશ્વિક પ્રતિનિધિઓ અને 100+ આંતરરાષ્ટ્રીય બાયર ડેલિગેશન્સની હાજરી

ગાંધીનગર: 

₹5,000 કરોડના વેપારના લક્ષ્ય સાથેની ENGIMACH 2025 નું 17મી આવૃત્તિ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયું છે. જેનું ગુજરાતના ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ ત્રીજી ડિસેમ્બરે  ઉદ્ઘાટન કર્યું હતું.

3 થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ENGIMACH-2025 એકસ્પો- વિશાળ 1,00,000 ચો.મી. વિસ્તારમાં યોજાયો છે, જે એશિયાના સૌથી મોટા મેન્યુફેકચરિંગ ટેક્નોલોજી પ્રદર્શનોમાંનું એક છે અને ગુજરાતનું સૌથી વિશાળ ઔદ્યોગિક પ્લેટફોર્મ છે.

જર્મની, જાપાન, યુએસ, યુકે, ફ્રાન્સ, ચાઇના, તાઈવાન, સ્વિટ્ઝરલેન્ડ, યુએઈ, રશિયા, દક્ષિણ કોરિયા, તુર્કી સહિત 400+ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને 1,000+ એક્ઝિબિટર્સની હાજરી ENGIMACH ને વિશ્વમાં સ્માર્ટ મેન્યુફેકચરિંગ માટેના ગ્લોબલ હબ તરીકે સ્થાપિત કરે છે.

“ગુજરાત ભારતને ગ્લોબલ મેન્યુફેકચરિંગ કેપિટલ બનાવવાના લક્ષ્યને ગતિ આપી રહ્યું છે”, ઉદ્ઘાટન સમારોહમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ENGIMACH ભારતીય ઉદ્યોગોમાં નવી ટેક્નોલોજીને અપનાવવાની ઝડપ વધારે છે.

ENGIMACH 2025: 10,000+ પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રી 4.0 ની સંપૂર્ણ ઝલક

પ્રદર્શનમાં આવેલી ટેક્નોલોજીસ:

* અદ્યતન મશીન ટૂલ્સ

* ઓટોમેશન અને રોબોટિક્સ

* ડિજિટલ મેન્યુફેકચરિંગ સિસ્ટમ્સ

* સ્માર્ટ લોજિસ્ટિક્સ

* AI, ક્લાઉડ અને બિગ-ડેટા આધારિત મેન્યુફેકચરિંગ

* પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ

* ગ્રીન અને સસ્ટેઈનેબલ એન્જિનિયરિંગ

MSME પેવેલિયનમાં જુદા જુદા ઉદ્યોગોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે, જ્યારે સ્ટાર્ટઅપ પેવેલિયનમાં 50+ સ્ટાર્ટઅપ્સ રોબોટિક્સ, AI, ઇન્ડસ્ટ્રીયલ IoT અને ડીપટેક સોલ્યૂશન્સ રજૂ કરી રહ્યા છે.

મોટી આંતરરાષ્ટ્રીય હાજરી અને બાયર એન્ગેજમેન્ટ

ENGIMACH 2025 માં 90,000+ મુલાકાતીઓની અપેક્ષા, જેમાં નીચેના ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહેશે:

* ઓટોમોટિવ • એરોસ્પેસ • ડિફેન્સ • પાવર

* ફાર્મા • લોજિસ્ટિક્સ • હેવી એન્જિનિયરિંગ

ઇન્ટરનેશલ બાયર -સેલર મીટમાં 100+ આંતરરાષ્ટ્રીય બાયર્સ એવા છે જે ઝડપથી વિકસી રહેલા ગ્લોબલ માર્કેટ્સમાંથી આવે છે જેમાં અલ્જિરિયા, બેનિન, બોત્સવાના, કેમેરૂન, ડીઆર કોન્ગો, ઘાના, કેન્યા, માલી, રવાન્ડા, શ્રીલંકા, તાન્ઝાનિયા, ટોગો, યુગાન્ડા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.

જ્યારે અલગથી, 38 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ITEC (વિદેશ મંત્રાલય) અને EDII થકી પણ મુલાકાતે આવ્યા જેમાં અલ્જિરિયા, બેલારૂસ, બોત્સવાના, ક્રોએશિયા, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન, મોરેશિયસ, વિયેતનામ અને અન્યોનો સમાવેશ થાય છે.

બીજી 3 ઇવેન્ટ્સનું આયોજન

* 3rd કાસ્ટિંગ્સ & ફાઉન્ડ્રિઝ એક્સપો

* 7th ઇન્ડિયા ટૂલ્સ શો

* સ્ટાર્ટઅપ સમિટ 2025

ત્રણે મળીને મેન્યુફેકચરિંગની સંપૂર્ણ વેલ્યૂ ચેઇનને 360 ડિગ્રી વ્યૂ પ્રદાન કરે છે જેમાં રો મટિરિયલથી લઇને ફિનિશ્ડ કોમ્પોનેન્ટ સુધી અને ટૂલિંગથી લઇને એડવાન્સ પ્રોડક્શન ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

મશીન ટૂલ્સ, ઓટોમેશન સિસ્ટમ્સ, રોબોટિક્સ, પમ્પ્સ & વાલ્વ્સ, વેલ્ડિંગ સોલ્યૂશન્સ, ગિયર્સ & મોટર્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, પાવર ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરિઝ,  મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ, લોજિસ્ટિક્સ ટેક્નોલોજિઝ, ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રકલ્સ બ્રાસ પાર્ટ્સ, ઓટો કોમ્પોનન્ટ્સ, ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય અને અન્ય પ્રોડક્ટ કેટેગરીઝનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *