અમદાવાદ
૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહારાષ્ટ્રના શૌનક બડોલે (ELO 2176) 2 પોઈન્ટ સાથે આગળ છે. બીજા રાઉન્ડમાં શૌનકે રાજસ્થાનના મેરિતા રુદ્રદમનને હરાવીને ટેબલમાં ટોચ પર પહોંચી ગયો છે. દિલ્હીના વંદન અલંકાર સવાઈ અને મહારાષ્ટ્રના વિહાન અગ્રવાલે 2-2 પોઈન્ટ મેળવીને ટેબલમાં બીજા અને ત્રીજા સ્થાન પર કબજો કર્યો છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સમર્થનથી, ૩૦ માર્ચથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન રાજપથ ક્લબ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે “”નું આયોજન કરાયું છે.
જ્યારે છોકરીઓના વર્ગમાં, બીજા રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહારાષ્ટ્રની ભૂમિલા વાઘલે (ELO 1686) એ હરિયાણાની આહના ગુલાટીને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. તમિલનાડુની નિવેદિતા વીસી અને મહારાષ્ટ્રની અનુષ્કા કુટવાલે 2-2 પોઈન્ટ મેળવીને ટેબલમાં બીજા અને ત્રીજા સ્થાન પર કબજો કર્યો છે.
ગુજરાતના સ્થાનિક છોકરાઓ મુકુંદ અગ્રવાલ અને વેદાંત વરસાદાએ ઓપન કેટેગરીમાં 2-2 પોઈન્ટ મેળવીને 18મો અને 19મો ક્રમ મેળવ્યો છે, જ્યારે છોકરીઓની કેટેગરીમાં યતી અગ્રવાલ 2 પોઈન્ટ મેળવીને 21મો ક્રમ મેળવ્યો છે.
આ ટુર્નામેન્ટ સ્વિસ સિસ્ટમ સાથે કુલ ૧૧ રાઉન્ડમાં રમાશે. દરેક કેટેગરીમાં ટોચના વીસ ખેલાડીઓ (૨૦ છોકરાઓ અને ૨૦ છોકરીઓ) વચ્ચે કુલ ૯ લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.
