સિનિયર સિટીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમદાવાદ એવેન્જર્સ ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

લિન્ક સિટી ગાંધીનગર-કર્ણાવતી સિનિયર સિટીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમદાવાદ એવેન્જર્સ ગોલ્ડન સ્ટાર ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી. 31 માર્ચે અડાલજ નજીકના પોર ગામના એન.એચ.સીના મેદાન પર છ ટીમો વચ્ચે 12 ઓવરની લો વેઈટ ટેનિસ બોલની શરૂ થયેલી ટૂર્નામેન્ટની ફાઈનલ 13 એપ્રિલે રમાઈ હતી. ફાઈનલમાં અમદાવાદની ટીમે પહેલા ફિલ્ડિંગ પસંદ કરતાં ગોલ્ડન સ્ટારની ટીમે સાત વિકેટે 77 રન બનાવ્યા હતા જેના જવાબમાં અમદાવાદની ટીમે  બે વિકેટે 11.3 ઓવરમાં 78 રન કરી મેચમાં વિજય મેળવ્યો હતો. મેચમાં મેન ઓફ ધ મેચ કમલેશ ઓઝાએ 36 રન અને ત્રણ વિકેટ લીધી હતી. અમદાવાદના સુકાની ડૉ. નરેન્દ્ર લવિંગીયા અને કમલેશ ઓઝાએ અગાઉની ગાંધીનગર સામેની મેચમાં પ્રથમ વિકેટની ભાગીદારીમાં 76 રન કર્યા હતા જે સ્પર્ધાની સૌથી મોટી ભાગીદારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *