અમદાવાદ
જેરિયાટ્રિક સોસાયટી ઓફ ઈન્ડિયા (GSI)નું ગુજરાત સ્ટેટ ચેપ્ટર GSI મિડટર્મ નેશનલ કોન્ફરન્સ 2026 ની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જેનું આયોજન 18 અને 19 એપ્રિલ, 2026નાં રોજ કરવામાં આવ્યું છે. આ લેન્ડમાર્ક ઇવેન્ટ ગુજરાત યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત અટલ-કલામ રિસર્ચ પાર્ક ઓડિટોરિયમ ખાતે યોજાઇ છે, જે રાજ્યમાં આ પ્રકારની પ્રથમ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે.
ભારતમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધતી જતી હોવાથી, વિશેષ સ્પેશિયલાઇઝ્ડ મેડિકલ એક્સપર્ટિઝ અને ડેડિકેટેડ ક્લિનિકલ પ્રેક્ટિસની જરૂરિયાત પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ કોન્ફરન્સ હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે નોલેજની આપ-લે કરવા, આધુનિક યુગનાં પડકારોની ચર્ચા કરવા અને જેરિયાટ્રિક મેડિસિન સેક્ટરમાં ઇનોવેશન અંગે વાર્તાલાપ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મની ભૂમિકા નીભાવે છે.
બે દિવસની આ કોન્ફરન્સ જેરિયાટ્રિક કેરમાં તાજેતરની ક્લિનિકલ પ્રેક્ટિસ અને ઇમર્જીંગ મેડિકલ એડવાન્સમેન્ટ વચ્ચેના અંતરને દૂર કરવાનાં હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં મુખ્ય ફેકલ્ટી અને નેશનલ લીડર્સ દ્વારા કી-નોટ લેક્ચર્સ રજૂ કરવામાં આવ્યા છે, જે જેરિયાટ્રિક હેલ્થકેરનાં ઇવોલ્વિંગ લેન્ડસ્કેપ પર મૂલ્યવાન દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. પેનલ ચર્ચાઓ જેરિયાટ્રિક હેલ્થ અને પોલિસી ફ્રેમવર્ક માટે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ પર ચર્ચા કરવા માટે વિવિધ સેક્ટર્સનાં એક્સપર્ટ્સને એક પ્લેટફોર્મ પર લાવે છે. આ ઉપરાંત, કેસ-આધારિત સેશન્સ પણ છે, જે સિનિયર સિટીઝન્સ સાથે જોડાયેલી કોમ્પલેક્સ મેડિકલ સ્થિતિઓને મેનેજ કરવા માટે પ્રેક્ટિકલ ઇનસાઇટ્સ પ્રદાન કરે છે તથા પાર્ટિસિપન્ટ્સ માટે શ્રેષ્ઠ લર્નિંગ એક્પિરિયન્સ સુનિશ્ચિત કરે છે.
હેલ્થકેર પ્રોફેસનલ્સ માટે “કોલ ટૂ એક્શન” – આયોજન સમિતિ કહે છે કે, “અમારો હેતુ મજબૂત એકેડેમિક ડાયલોગ દ્વારા વૃદ્ધોની સંભાળના ધોરણોને આગળ ધપાવવાનોનો છે. દેશના કુશળ ટેલેન્ટને એક પ્લેટફોર્મ પર લાવીને, અમે એક એવી હેલ્થકેર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ જે આપણી વૃદ્ધ વસ્તીની યુનિક જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે સજ્જ હોય.”
