મંચ એક, પ્રોજેક્ટ અનેકઃ માનસી પારેખ-પાર્થિવ ગોહિલની જોડી વધુ ચાર ગુજરાતી ફિલ્મો બનાવશે

Spread the love

ગુજરાતી ફિલ્મોને ઉપયોગી એપ, ચાર ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સેલિબ્રિટિસ ક્રિકેટ લિગ સહિતના આગામી સહાસોની જાહેરાત કરી

અમદાવાદ

ગુજરાતની જાણીતી કલાકાર બેલડી માનસી પારેખ અને પાર્થિવ ગોહિલે આજે એક મંચ પરથી તેમના આગામી છ પ્રોજેક્ટ જાહેર કર્યા હતા. આ કલાકાર બેલડીએ તેમના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ માટે શહેરના ઉદ્યોગસાહસિક ધવલ ઠક્કર સાથે હાથ મિલાવ્યો છે.ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને અનેક રીતે ઉપયોગી એપ, ચાર ફિલ્મો અને કલાકારને લઈને એક ક્રિકેટ લિગનું તેઓ આયોજન કરવાના છે.

 ફિલ્મવાલે  એપ લોન્ચ કરાઈ

 અમદાવાદની એક હોટલમાં કલાકાર બેલડીએ તેમના સૌથી મહત્વાકાંક્ષી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિર્માતા-નિર્દેશક, કલાકારોથી લઈને ટેકનિશિયનો સહિતની અનેક પ્રકારની માહિતી આપતી ‘ફિલ્મવાલે’ (Filmwale) નામની એક એપને લોન્ચ કરાઈ હતી. આ પ્લેટફોર્મ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રોજિંદા કામકાજને સરળ બનાવશે. શૂટિંગના આયોજનથી લઈને કલાકારો અને ટેકનિશિયનો વચ્ચેના તાલમેલ સુધીની તમામ પ્રક્રિયાઓને આ એપ દ્વારા ડિજિટલ અને પારદર્શક બનાવવામાં આવશે.

450થી વધુ શૂટિંગ્સ લોકેશન્સ

આ પ્લેટફોર્મ 450થી વધુ પસંદગી કરાયેલા શૂટિંગ લોકેશન્સ અંગે માહિતી રજૂ કરાઈ છે. તેમાં મજબૂત ટેલેન્ટ પૂલ પણ ઉપલબ્ધ છે, જેમાં કલાકારોના વિગતવાર પ્રોફાઇલ્સ અને તેમના અગાઉના કામને રજૂ કરવામાં આવશે . 

150 બ્રાન્ડસ સાથે જોડાણ

બ્રાન્ડિંગ ક્ષેત્રે પણ, ફિલ્મવાલે 150થી વધુ બ્રાન્ડ્સ સાથે જોડાણ સ્થાપિત કર્યું છે, જેના કારણે ફિલ્મોમાં ઇન-ફિલ્મ ઇન્ટિગ્રેશન અને પાર્ટનરશિપ વધુ અસરકારક રીતે શક્ય બને છે. પ્રોજેક્ટ્સની નાણાકીય મજબૂતી માટે, પ્લેટફોર્મને 150થી વધુ રોકાણકારોના નેટવર્કનો આધાર છે, જે ફિલ્મોને યોગ્ય ફંડિંગ મેળવવામાં અને વધુ વ્યાપક સ્તરે વિકસવામાં મદદ કરી શકે છે.

ઝમકૂડી પાર્ટ-2 સહિત ચાર નવી ગુજરાતી ફિલ્મો

માનસી-પાર્થિવે આ તબક્કે આગામી સમયમાં ચાર નવી ગુજરાતી ફિલ્મોની જાહેરાત કરી હતી. જેમાં તેમની સફળ ફિલ્મ ઝમકૂડીના પાર્ટ-2, પિલ્લર નંબર-13, જુરાસિક ધામ અને લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઈન કુંભનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મોના શૂટિંગ આગામી સમયમાં શરૂ થશે પરંતુ તેની અંદાજિત રિલિઝ તારીખો અંગે માહિતી અપાઈ નહતી.

‘ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ

ગુજરાતના મનોરંજન જગતના સિતારાઓ અને સોશિયલ મીડિયાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર્સ એકસાથે મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળે એ હેતુ સાથે ‘ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ’ (GCPL)નું આગામી વર્ષની શરૂઆતમાં આયોજન કરવામાં આવશે. ચાર ટીમો વચ્ચેની સ્પર્ધા માટે ટીમોના નામ અને ખેલાડીઓની વિગતો આગામી સત્તાવાર લોન્ચિંગમાં જ જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *