આઈઆઈટીઈમાં પ્લેસમેન્ટ ફેરમાં 22 સંસ્થાના છાત્રોએ ભાગ લીધો

Spread the love

ગાંધીનગર

ગાંધીનગર ખાતે આવેલી ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનમાં તારીખ 12 માર્ચ 2026 થી 14 માર્ચ 2026 દરમિયાન પ્લેસમેન્ટ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ભાગ લેનાર વિદ્યાર્થીમાંથી  ૮૦ ટકા વિદ્યાર્થીઓને શાળા દ્વારા  નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્લેસમેન્ટ ફેર માં ગુજરાતની અલગ અલગ 22 જેટલી નામાંકિત શાળાઓએ ભાગ લીધો હતો. 

આ પ્લેસમેન્ટ ફેરનો મુખ્ય હેતુ અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી શાળાઓ સાથે સીધો સંવાદ કરાવવાનો તથા રોજગારની તક પુરી પાડવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું વાર્ષિક પેકેજ 2 લાખ 50 હજાર રૂપિયાથી લઈને 9 લાખ 60 હજાર સુધીનું આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યથી ભાગ લેનાર શાળાના પ્રતિનિધિઓ અત્યંત પ્રસન્ન થયા હતા, તેથીજ આગામી સમયમાં પણ આઈઆઈટીઈની પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઉત્સાહભેર ભાગ લેવાની ઈચ્છા સ્કુલ પ્રતિનિધિ દ્વારા જાહેર કરવામાં આવી.   કુલપતિ ડૉ. મુકેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી અને પ્લેસમેન્ટ સેલ ને ખુબજ સફળ કાર્યક્રમ બદલ પ્રશંસા કરવામાં આવી અને આગામી સમયમાં પણ આઈઆઈટીઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા કટિબદ્ધ છે તેવો વિશ્વાસ સંબંધિત સ્કૂલને આપવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *