વિક્રમી વાર્ષિક એકત્રિત આવક ₹ 1,175,919 કરોડ, વાર્ષિક ધોરણે 9.8% નો વધારો
વિક્રમી વાર્ષિક એકત્રિત EBITDA ₹ 207,911 કરોડ, વાર્ષિક ધોરણે 13.4% નો વધારો
વિક્રમી વાર્ષિક એકત્રિત PAT ₹ 95,610 કરોડ, વાર્ષિક ધોરણે 18.3% નો વધારો
જિયો પ્લેટફોર્મ્સનું 4Q FY26 EBITDA વાર્ષિક ધોરણે 17.9% વધીને ₹ 20,060 કરોડ થયું, માર્જિન 230 bpsવધ્યું
જિયોનો કુલ ગ્રાહક આધાર 524 મિલિયનથી વધુ, જેમાં 268 મિલિયન જિયો ટ્રુ5જી (Jio True5G) ના ગ્રાહકો છે
રિલાયન્સ રિટેલનું 4Q FY26 EBITDA વાર્ષિક ધોરણે 3.1% વધીને ₹ 6,921 કરોડ થયું, સ્ટોર્સની સંખ્યા 20,000 ને પાર
RIL (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) દ્વારા શેર દીઠ ₹ 6/- ના ડિવિડન્ડની જાહેરાત

આ પરિણામો વિશે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નાણાકીય વર્ષ 2025-26દરમિયાન આપણે ભૂરાજકીય ખાનાખરાબી, ઊર્જા કિંમતોમાં અસ્થિરતા અને બદલાતા વૈશ્વિક વેપારની પેટર્નનો સામનો કરવો પડ્યો છે. આ અવરોધોએ વિશ્વભરના વ્યાપારને અસર કરી છે. ભારતે, અને તેની જેમજ રિલાયન્સે પણ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાનો આર્થિક વિકાસનો માર્ગ જાળવી રાખ્યો છે. અમારા પોર્ટફોલિયોના વિસ્તાર અને મજબૂત સ્થાનિક અભિગમે બાહ્ય વાતાવરણમાં રહેલી અસ્થિરતાની અસરોને ખાળવામાં મદદ કરી છે.
જિયોએ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપને પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. મને એ વાતની નોંધ લેતા આનંદ થાય છે કે અમે જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. આ તેની યાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ બનશે કારણ કે તે નવી ઊંચાઈઓ સર કરવાનું અને ભારતના ડિજિટલ ભવિષ્યમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. સમગ્ર વર્ષ દરમિયાન 19%ની મજબૂત EBITDA વૃદ્ધિ માટેના ચાલકોમાં મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ સેવાઓમાં સતત નોંધાયેલી વૃદ્ધિનો સમાવેશ થાય છે. આપણે AI ટૂલ્સ અને આગામી પેઢીના ટેકનોલોજી પ્લેટફોર્મ્સ સુધીની પહોંચને સર્વસુલભ બનાવવા માટે કાર્યરત થઈ રહ્યા છીએ, તેમ-તેમ જિયો આગામી વર્ષોમાં ભારત કેવી રીતે સંદેશાવ્યવહાર કરે છે, કમ્પ્યુટ કરે છે અને કન્ટેન્ટને કન્ઝ્યુમ કરે છે તેને નવો આકાર આપવા માટે સુસજ્જ થયું છે.
રિલાયન્સ રિટેલે વર્ષ દરમિયાન સતત વૃદ્ધિ નોંધાવી. મને વિશ્વાસ છે કે રિલાયન્સ રિટેલની ગહન સર્વવ્યાપક ઉપસ્થિતિ તેમજ ભારતીય ગ્રાહક વિશેની તેની ઊંડી સમજણ જ સાતત્યપૂર્ણ વૃદ્ધિને ટેકો આપવાનું ચાલુ રાખશે. કન્ઝ્યુમર પ્રોડક્ટ વર્ટિકલ, જે હવે એક સ્વતંત્ર અને કેન્દ્રિત સંગઠનાત્મક માળખામાં કાર્યરત છે, તે FMCG બ્રાન્ડ્સના પોર્ટફોલિયો વિસ્તરણમાં અર્થપૂર્ણ સફળતા હાંસલ કરી રહ્યું છે. ભારતની વપરાશની ગાથા પાસે આગળ વધવાના ઘણાં વર્ષો રહેલાં છે, અને આપણા વ્યવસાયો આ તકના કેન્દ્રમાં રહેવા માટે નિર્માણ પામ્યા છે.
O2C બિઝનેસ આ વર્ષે એક જટિલ વૈશ્વિક વાતાવરણમાંથી પસાર થયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અભૂતપૂર્વ અવ્યવસ્થા સર્જાઈ છે. વિક્ષેપોના અગાઉના સમયગાળાની જેમ, રિલાયન્સે ફરીથી ભારતમાં મહત્વપૂર્ણ ઊર્જા અને સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમારી O2C ટીમે LPG ઉત્પાદન વધારવાની દિશામાં સફળતાપૂર્વક યોગદાન આપ્યું છે, જિયો-બીપીમાં અમારા સાથીઓએ સમગ્ર ભારતના લોકો અને વ્યાપારોને ઇંધણની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. KG-D6બેસિનમાંથી ગેસને રાષ્ટ્રીય ઊર્જા પ્રાથમિકતાઓ સાથે સુસંગત, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો તરફ વાળવામાં આવ્યો છે. અમારી વિવિધ ટીમના સમર્પણ અને કાર્યકુશળતા પર મને ગર્વ છે, જેની મદદથી તેમણે રાષ્ટ્ર સામેના પડકારોનો સામનો કર્યો છે.
તાજેતરની ઘટનાઓએ ઊર્જા સુરક્ષાની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મને એ વાતની ખુશી છે કે રિલાયન્સ તેની ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝને કાર્યરત કરવામાં ઝડપી પ્રગતિ કરી રહી છે. આ બિઝનેસ રિલાયન્સ માટે એક શક્તિશાળી ગ્રોથ એન્જિન બનશે તેમજ ભારતના ઊર્જા ભવિષ્યમાં પરિવર્તનશીલ યોગદાન આપનાર તરીકે ઉભરી આવવા તેને સક્ષમ બનાવશે.”
એકત્રિત જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“JPL”)
ત્રિમાસિક આવક ₹ 44,928 કરોડ, વાર્ષિક ધોરણે12.7% નો વધારો
ત્રિમાસિક EBITDA ₹ 20,060 કરોડ, વાર્ષિક ધોરણે 17.9% નો વધારો
FY26 દરમિયાન અનુક્રમે 75 મિલિયન અને ~10 મિલિયન નવા જોડાણો સાથે 5G અને ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં મજબૂત વૃદ્ધિ
268 મિલિયન 5G ગ્રાહકો સહિતકુલ ગ્રાહક આધાર (કસ્ટમર બેઝ) 524 મિલિયનથી વધુ
જિયો એરફાઇબરે ~13 મિલિયન ગ્રાહકો સાથે તેનુંવૈશ્વિક આગેવાની મજબૂત કરી
4Q FY26 માં ડેટા ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે 35% ના વધારા સાથે 66 એક્ઝાબાઇટ્સ સુધીકસ્ટમર એંગેજમેન્ટ
રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતને ઈન્ટરનેટના યુગ સાથે જોડવામાં જિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને સમગ્ર ભારતમાં 524 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે હવે તે ઇન્ટેલિજન્સ એરા માટેના ડિજિટલ ગેટવે તરીકે સ્થાન ધરાવે છે. જિયોની અત્યાધુનિક કનેક્ટિવિટી અને એજ્ડ કમ્પ્યૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેને મુખ્ય ગેટવે બનાવે છે, જેના થકી AI સેવાઓ ભારતીય ગ્રાહકો, રહેઠાણો અનેવ્યવસાયો સુધી પહોંચશે. આ બાબત આગામી અનેક વર્ષો સુધી જિયોના ઇન્ડસ્ટ્રી લીડિંગ ગ્રોથને ટકાવી રાખશે.”
એકત્રિત રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)
વાર્ષિક આવક ₹ 370,026 કરોડ, વાર્ષિક ધોરણે 11.8% નો વધારો
વાર્ષિક EBITDA ₹ 27,033 કરોડ, વાર્ષિક ધોરણે 7.9% નો વધારો
વાર્ષિક PAT ₹ 13,838 કરોડ, વાર્ષિક ધોરણે 11.7% નો વધારો.
387 મિલિયનનોંધાયેલા ગ્રાહકો, 1.93 બિલિયનવાર્ષિક વ્યવહારો (ટ્રાન્ઝેક્શન્સ)
FY26 દરમિયાન 1,564 નવા સ્ટોર્સખોલવામાં આવ્યા
Q4 માં હાઇપર-લોકલ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 300% કરતાં વધુનો વધારો
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “FY26 એ રિલાયન્સ રિટેલ માટે વ્યાપક સ્તરે નફાકારક વૃદ્ધિનું વર્ષ છે. આવક ₹ 3.70 લાખ કરોડને પાર કરી ગઈ છે, EBITDA ₹ 27,000 કરોડને વટાવી ગયું છે, અને અમે 1.93 બિલિયન વ્યવહારોથી387 મિલિયન નોંધાયેલા ગ્રાહકોને સેવા આપી છે – જે ભારતની સૌથી મોટી રિટેલ ફ્રેન્ચાઇઝીની અતૂટ મજબૂતીને રેખાંકિત કરે છે.
આ વર્ષનો સૌથી નોંધપાત્ર બદલાવ માળખાકીય હતો. હાઇપર-લોકલ કોમર્સ ઓર્ડરમાં વાર્ષિક ધોરણે ચાર ગણાથી વધુનો વધારો થયો છે. અમે 1,200+ શહેરો અને 5,100+ પિન કોડ્સમાં આવેલા 3,100+ સ્ટોર્સ દ્વારા સંચાલિત – કરિયાણા, ઇલેક્ટ્રોનિક્સ અને ફેશનમાં ભારતનું સૌથી વ્યાપક હાઇપર-લોકલ ડિલિવરી નેટવર્કનું સંચાલન કરીએ છીએ. આ એક અનોખું ભારતીય પ્લેટફોર્મ છે, જે રિલાયન્સના અનોખા સ્કેલ-એડવાન્ટેજ (વ્યાપક ફાયદા) પર બનેલું છે.
આપણે FY27માં પ્રવેશી રહ્યા છીએ ત્યારેઅમારું ધ્યાન આ અજોડ પહોંચને વધુ ઊંડા ગ્રાહક મૂલ્યમાં પરિવર્તિત કરવા પર છે – જે AI-આધારિત (AI-embedded) મર્ચેન્ડાઇઝિંગ, વધુ સચોટ પ્રાઇસિંગ આર્કિટેક્ચર, અને શિસ્તબદ્ધ અમલીકરણ દ્વારા શક્ય બનશે. બેલેન્સ શીટ મજબૂત છે અને તમામ કેટેગરીમાં અમારું નેતૃત્વ વધુ વિસ્તરી રહ્યું છે. અમે રિલાયન્સ રિટેલનું નિર્માણ સાતત્યપૂર્ણ અને નફાકારક વૃદ્ધિના એક દાયકા માટે કરી રહ્યા છીએ.”
