ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 સીનિયર મેન્સમાં ગોટ એફસીનો રેવ્સ એફએ સામે 12-4 થી વિજય

Spread the love

વડોદરા

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં19.5.26 ના  સીનિયર મેન્સ ની 2 મેચોમાં ગોટ એફસી એ રેવ્સ એફએ પર 12-4 થી, પારૂલ એફસી  એ  રાઈસિંગ  એફસી પર 6-2 થી, વિજય મેળવ્યો હતો.

પોઇંટ્સ ટેબલ ના આધારે સીનિયર મેન્સ માં ગ્રુપ Aમાંથી પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા, ગ્રુપ B માથી પ્રોગ્રેસિવ એસએ અમદાવાદ,  ગ્રુપ C માથી દ્વિવેદી બ્રધર્સ વડોદરા અને ગ્રુપ D માથી જગર્ન્નોટ અમદાવાદે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમી ફાઇનલ મેચ 29.5.26એ રમાડવામાં આવશે.

19.5.26એ  સીનિયર વુમન્સની 6 મેચો રમાડવામાં આવી હતી જેમાં પારૂલ એફસી એ એસએજી એફએ પર 6-2 થી, એઆરએ એફસી એ પ્રોગ્ર્સિવ એસએ પર 13-1થી, એસએજી રિવર્સ ટીમે  એસએજી એફએ વડનગર પર  4-0 થી, કહાની એફસી એ યુએસઆઇ એફસી સુરત પર  4-2 થી, સમિક્ષા સ્ટાઈકર એફસી એ નવરચના સ્પોર્ટ્સ એકેડેમી પર  11-1 થી,  કીક જેક એફસી એ વાપી એફસી પર 4-2 થી વિજય મેળવ્યો હતો. સ્પર્ધા વડોદરા  ના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *