ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં સીનિયર મેન્સની સેમી ફાઈનલમાં પ્રોગ્રેસિવ એસએસનો પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા સામે 5-2 થી વિજય

Spread the love

વડોદરા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 29.5.26એ સીનિયર મેન્સની સેમી ફાઈનલ  મેચોમાં પ્રોગ્રેસિવ એસએસ એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરાને 5-2 થી હાર આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો, બીજી સેમીફાઈનલમાં જગર્ન્નોટ અમદાવાદની ટીમે દ્વિવેદી બ્રધર્સને એક તરફી મેચમાં 13-3 પરાજય આપી ફાઇનલ મા પ્રવેશ કર્યો હતો.

સીનિયર વીમેન્સની સેમી ફાઈનલમાં  એઆરએ એફસી એ એસએજી રિવર્સ ટીમને 2-1 થી,  બીજી સેમીફાઈનલ મેચમાં સમિક્ષા સ્ટાઈકર એફસી એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરાને 4-1 થી હાર આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જૂનિયર બોયઝની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં એઆરએ એફસી એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરાને 6-2 થી અને બીજી ક્વાર્ટર ફાઈનલમાં વડોદરા વંડર્સની ટીમે એસજીવીપી રાજકોટને 8-2 હાર આપી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

જૂનિયર બોયઝની ફર્સ્ટ સેમીફાઈનલમાં એસજીવીપી એફસી અને દ્વિવેદી બ્રધર્સનો સ્કોર 1-1 થી બરાબર રહેતા મેચનું  રિઝલ્ટ પેનલ્ટી શૂટ આઉટ દ્વારા લેવામાં આવ્યું અને ફાઇનલ સ્કોર 5-4 થી એસજીવીપી એફસીના તરફે રહ્યો હતો.  બીજી સેમીફાઈનલમાં  એઆરએ એફસીએ વડોદરા વંડર્સને 4-1 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્પર્ધા  વડોદરા ના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે.

આવતી કાલે  સીનિયર વુમન્સની ફાઈનલ મેચ એઆરએ એફસી અને સમિક્ષા સ્ટાઈકર એફસી વચ્ચે. જૂનિયર બોયઝની ફાઈનલ મેચ એસજીવીપી એફસી અને એઆરએ એફસી વચ્ચે. સીનિયર મેન્સની ફાઈનલ  મેચ પ્રોગ્રેસિવ એસએસ અને  જગર્ન્નોટ અમદાવાદની ટીમ વચ્ચે રામાડવા માં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *