નવી દિલ્હી
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સત્યેન્દ્ર જૈન તિહાર જેલના બાથરૂમમાં ચક્કર આવવાને કારણે પડી ગયા હતા. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા.
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને આજે ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત ખરાબ હોવાની ફરિયાદો મળ્યા બાદ તેમને પશ્ચિમ દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જેલના સત્યેન્દ્ર જૈનને ચક્કર આવતાં તેઓ તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.