ZIM vs IND: ટીમ ઈન્ડિયા માટે હરારેની પીચ હંમેશા રહી છે મુશ્કેલ, ઝિમ્બાબ્વે સામે મળી ચૂકી છે ત્રણ શરમજનક હાર

Spread the love

ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે T20 સીરીઝ રમવા માટે તૈયાર છે, પરંતુ આ મુસાફરી ટીમ માટે ક્યારેક ચિંતાજનક સાબિત થઈ છે

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી રમવા માટે સજ્જ છે. આ સીરીઝનો પહેલો મુકાબલો હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર રમાવાનો છે. જોકે ઝિમ્બાબ્વેની ટીમને કાગળ પર ભલે કમજોર માનવામાં આવે, પરંતુ આ ટીમ કોઈપણ દિગ્ગજ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. ઝિમ્બાબ્વેએ ભૂતકાળમાં પણ મોટા ઉલટફેર કર્યા છે.

ઝિમ્બાબ્વેમાં ટીમ ઈન્ડિયાની T20 હારનો રેકોર્ડ

ભારતીય ટીમે ઝિમ્બાબ્વેની ધરતી પર કુલ ૧૨ T20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે, જેમાંથી ૩ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય મેચોમાં ટાર્ગેટ ખૂબ જ નાનો હતો, છતાં ભારતીય બેટિંગ લાઇન-અપ તેને ચેઝ કરવામાં નિષ્ફળ રહી હતી.

  • ૨૦૧૫માં હાર: ઝિમ્બાબ્વેએ ૧૪૫ રન બનાવ્યા હતા, જવાબમાં ટીમ ઈન્ડિયા ૧૩૫ રન જ કરી શકી અને ૧૦ રનથી મેચ હારી ગઈ.
  • ૨૦૧૬માં હાર: ઝિમ્બાબ્વેના ૧૭૦ રનના જવાબમાં ભારત ૨ રનથી પાછળ રહી ગયું અને ૧૬૮ રન જ બનાવી શક્યું.
  • ૨૦૨૪માં શરમજનક હાર: વર્ષ ૨૦૨૪માં ભારત સામે માત્ર ૧૧૬ રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ ૧૦૨ રનમાં ઓલઆઉ થઈ ગઈ અને ૧૩ રનથી મેચ ગુમાવી દીધી. આ T20 ક્રિકેટ ઈતિહાસમાં ભારત વિરુદ્ધ ડિફેન્ડ થયેલો સૌથી નાનો સ્કોર છે.

ઝિમ્બાબ્વેમાં ભારત જે T20 મેચ હાર્યું તેની વિગત

સાલઝિમ્બાબ્વેનો સ્કોરભારતનો સ્કોરહારનું અંતરમેદાન
૨૦૧૫૧૪૫૧૩૫૧૦ રનહરારે
૨૦૧૬૧૭૦૧૬૮૨ રનહરારે
૨૦૨૪૧૧૫૧૦૨૧૩ રનહરારે

હરારેમાં રમવું કેમ મુશ્કેલ છે?

ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર નવી બોલ સામે રમવું કોઈપણ બેટ્સમેન માટે સરળ નથી હોતું. શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને પિચ પર મૂવમેન્ટ મળે છે. જેમ જેમ રમત આગળ વધે છે, તેમ તેમ ડ્રાય પિચ ધીમી પડતી જાય છે.

પિચ ધીમી થવાથી સ્પિનરોને મદદ મળે છે અને રન બનાવવા અત્યંત મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં બેટ્સમેનો વચ્ચે મોટી ભાગીદારી (પાર્ટનરશિપ) થવી ખૂબ જ જરૂરી છે અને સેટ થયેલા બેટ્સમેને ક્રિઝ પર લાંબો સમય ટકવું પડે છે.

પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર અને ખતરનાક બોલરો

હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર અત્યાર સુધીમાં ૮૩ T20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે ૪૫ અને ચેઝ કરનારી ટીમે ૩૬ મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર માત્ર ૧૫૫ રન જ રહ્યો છે, જે દર્શાવે છે કે આ હાઇ-સ્કોરિંગ વેન્યુ નથી.

ઝિમ્બાબ્વેના ઊંચા કદના ઝડપી બોલરો રિચર્ડ ગારાબા અને બ્લેસિંગ મુઝારાબાની આ મેદાન પર સૌથી વધુ સફળ રહ્યા છે. ગારાબાના નામે ૪૦ અને મુઝારાબાનીના નામે ૩૮ વિકેટ નોંધાયેલી છે, જેઓ ભારતીય બેટ્સમેનો માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *