G-20 દેશોમાં આવક અને પેટ્રોલ ખરીદશક્તિ: અમેરિકા મોખરે, ભારત સૌથી પાછળ

Spread the love

નવી દિલ્હી

જી-20 દેશોમાં ગ્લોબલ ઇકોનોમિક કોઓપરેશન અને ગવર્નન્સ માટેના મુખ્ય ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લોકોની આવકમાં મોટો તફાવત જોવા મળે છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ આવક સૌથી વધુ છે જ્યારે ભારતમાં સૌથી ઓછી છે.

અમેરિકા અને ભારતની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર જી-20 દેશોમાં સામેલ અમેરિકામાં પ્રતિ વ્યક્તિ આવક 94,000 ડૉલરથી વધુ છે, જ્યારે ભારતમાં તે માત્ર 2,813 ડૉલર છે. એવરેજ મંથલી સેલરીના હિસાબે જોવામાં આવે તો અમેરિકામાં તેનાથી 5,610 લીટર પેટ્રોલ ખરીદી શકાય છે, જ્યારે ભારતમાં એવરેજ મંથલી સેલરીથી માત્ર 420 લીટર પેટ્રોલ ખરીદી શકાય છે. ઓસ્ટ્રેલિયામાં મંથલી એવરેજ સેલરીથી 3,314 લીટર અને સાઉદી અરેબિયામાં 3,060 લીટર પેટ્રોલ ખરીદી શકાય છે.

વિવિધ દેશોમાં પેટ્રોલ ખરીદવાની ક્ષમતા કેનેડામાં એવરેજ મંથલી સેલરીમાં 2,938 લીટર પેટ્રોલ લઈ શકાય છે. જાપાનમાં 1,901 લીટર, સાઉથ કોરિયામાં 1,890 લીટર, યુકેમાં 1,875 લીટર, જર્મનીમાં 1,540 લીટર, ફ્રાન્સમાં 1,310 લીટર, સાઉથ આફ્રિકામાં 1,233 લીટર, ચીનમાં 1,041 લીટર અને રશિયામાં 942 લીટર પેટ્રોલ ખરીદી શકાય છે.

આ ઉપરાંત, ઇટાલીમાં રહેતા લોકો એવરેજ મંથલી સેલરીથી 940 લીટર પેટ્રોલ ખરીદી શકે છે. તુર્કીમાં 912 લીટર, આર્જેન્ટિનામાં 676 લીટર, મેક્સિકોમાં 615 લીટર, ઇન્ડોનેશિયામાં 437 લીટર અને બ્રાઝિલમાં 428 લીટર પેટ્રોલ એવરેજ મંથલી સેલરીથી ખરીદી શકાય છે. કાચા તેલની કિંમતમાં તાજેતરમાં ઘણો વધારો થયો છે અને તે 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *