GST દરમાં ફેરફારના એક વર્ષ બાદ મોંઘવારીનો માર, ગ્રાહકોને મળેલા લાભમાં ઘટાડો

ઓટોમોબાઇલ ક્ષેત્રને સૌથી વધુ ફાયદો, FMCGમાં ભાવવધારાથી GST ઘટાડાનો લાભ આંશિક ધોવાયો; કપડાં અને હોટેલ ક્ષેત્રે મિશ્ર અસર નવી દિલ્હી/મુંબઈ : GST દરના તર્કસંગતીકરણને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે વિવિધ ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે કરમાં ઘટાડાથી ગ્રાહકોને મળેલો મોટો હિસ્સો હવે ધોવાઈ રહ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને FMCG અને ઓટોમોબાઇલ સુધીના અનેક ક્ષેત્રોમાં શરૂઆતમાં…

મોંઘવારી વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓની તિજોરી છલકાઈ, એક જ ક્વાર્ટરમાં ₹14,470 કરોડના નફાનો અંદાજ

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં Indian Oil, BPCL અને HPCLને મોટો ફાયદો; રિફાઈનિંગ અને માર્કેટિંગ માર્જિનમાં સુધારાથી કમાણીમાં જંગી ઉછાળો નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર પહોંચ્યા છે. ભારતમાં મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ મોંઘવારીના દબાણ વચ્ચે સામાન્ય ગ્રાહકો પર ભાર યથાવત્ છે….

G-20 દેશોમાં આવક અને પેટ્રોલ ખરીદશક્તિ: અમેરિકા મોખરે, ભારત સૌથી પાછળ

નવી દિલ્હી જી-20 દેશોમાં ગ્લોબલ ઇકોનોમિક કોઓપરેશન અને ગવર્નન્સ માટેના મુખ્ય ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લોકોની આવકમાં મોટો તફાવત જોવા મળે છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ આવક સૌથી વધુ છે જ્યારે ભારતમાં સૌથી ઓછી છે. અમેરિકા અને ભારતની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર જી-20 દેશોમાં સામેલ અમેરિકામાં પ્રતિ વ્યક્તિ આવક 94,000 ડૉલરથી વધુ છે, જ્યારે ભારતમાં તે માત્ર…