કોમર્સના વિદ્યાર્થીઓએ બિઝનેસ સ્ટાર્ટ-અપનો અનોખો વ્યવહારુ અનુભવ મેળવ્યો
અમદાવાદ
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે બુધવાર, 09-09-2026ના રોજ કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) અને બિઝનેસ સ્ટાર્ટ-અપ વિશેની સમજ કેળવવાના હેતુથી ‘હીરામણિ ફૂડ ફિએસ્ટા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.



વિદ્યાર્થીઓ દ્વારા જાતે ફૂડ સ્ટોલનું સંચાલન
આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ધોરણ 11 અને 12 ના કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ જાત-મહેનતથી પોતાના ફૂડ સ્ટોલ ઊભા કર્યા હતા અને સમગ્ર દિવસ દરમિયાન જાતે બનાવેલા ફ્રેશ તથા સ્વાદિષ્ટ ફૂડનું વેચાણ કર્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ નાણાકીય સંચાલન, ગ્રાહક સાથેનો વ્યવહાર અને માર્કેટિંગ જેવા વ્યવસાયિક કૌશલ્યો પ્રત્યક્ષ શીખ્યા હતા.
સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ અને સફળ આયોજન
વિદ્યાર્થીઓએ પોતાના સ્વ-ખર્ચે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ ફૂડ આઈટમ્સ તૈયાર કરી હતી. શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ ફૂડ સ્ટોલની મુલાકાત લઈને ઉત્સાહપૂર્વક ખરીદી કરી હતી અને સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી હતી. વિદ્યાર્થીઓની વ્યવસ્થાપન શક્તિ અને સખત મહેનતના કારણે આ ‘ફૂડ ફિએસ્ટા’ અત્યંત સફળ રહ્યો હતો.
