વિન્ડીઝ સામે ટીમમાં પસંદગી ન થતાં પૃથ્વી શૉ ખૂબજ નિરાશ

Spread the love

મને એકલા રહેવાનું ગમવા લાગ્યું છે. મારા કોઈ મિત્રો નથી. લોકો મારા વિશે ઘણી વાતો કરે છે, પરંતુ જેઓ મને ઓળખે છે તેઓ જાણે છે કે, હું કેવો છુઃ પૃથ્વી

નવી દિલ્હી

એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતા ક્રિકેટર પૃથ્વી શૉ હવે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવાથી ઘણા નિરાશ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ પહેલા શોએ મોટું નિવેદન આપ્યું છે.

પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પૃથ્વી શૉને જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર કોઈપણ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો ત્યારે તેણે દુલીપ ટ્રોફી રમવાનું નક્કી કર્યું હતું. હવે તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાના છે.

એક ઇન્ટરવ્યુમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થવા પર પૃથ્વી શૉએ જણાવ્યુ કે, “જ્યારે મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે મને તેનું કારણ કહેવામાં આવ્યુ ન હતુ.

કેટલાક લોકો કહી રહ્યા હતા કે ફિટનેસ કારણ હોઈ શકે છે, પરંતુ હું નેશનલ ક્રિકેટ એકેડમી ગયો અને ત્યાંના તમામ ટેસ્ટ પાસ કર્યા હતા. જે બાદ મેં ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં રન બનાવ્યા, પછી મને ફરીથી ટી20 ટીમમાં સ્થાન મળ્યું. પરંતુ હવે મને વેસ્ટ ઈન્ડિઝ સામે તક મળી નથી, જેના કારણે હું ખૂબ નિરાશ છું.”

પૃથ્વી શૉએ વધુમાં જણાવ્યું હતું કે, “મને એકલા રહેવાનું ગમવા લાગ્યું છે. મારા કોઈ મિત્રો નથી. લોકો મારા વિશે ઘણી વાતો કરે છે, પરંતુ જેઓ મને ઓળખે છે તેઓ જાણે છે કે, હું કેવો છું. આ પેઢી સાથે આવું જ થઈ રહ્યું છે. .તમે તમારા વિચારો શેર કરી શકતા નથી. તમે કંઈક બોલો કે, તરત જ તે બીજા દિવસે સોશિયલ મીડિયા પર આવી જાય છે. મારા બહુ ઓછા મિત્રો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *