પાયલટની તબિયત લથડતાં મહિલા યાત્રીએ પ્લેન ઊડાડ્યું

Spread the love

લેન્ડિંગ વખતે ચૂક થતાં પ્લેન ક્રેશ, કોઈ જાનહાની ન થઈ, પાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

ન્યૂયોર્ક

અહીંથી ન્યૂયોર્ક માટે ઉડાન ભરનારું એક પ્રાઈવેટ પ્લેન લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. બનાવ એવો હતો કે, હવામાં ઉડાન દરમિયાન જ પાયલટની તબિયત લથડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, 79 વર્ષીય વૃદ્ધ પાયલટની મેડિકલ ઈમરજન્સી બાદ 68 વર્ષની એક મહિલા યાત્રીએ પ્લેનની કમાન પોતાના હાથમાં લીધી હતી અને ઉડાડ્યું હતું. આ મહિલાએ પ્લેનને સારી રીતે ઉડાડ્યું હતું, પરંતુ લેન્ડિંગ વખતે જ લોચો પડી ગયો હતો. લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થયું હતું. જો કે, એક મહિલા પેસેન્જરે લેન્ડિંગ કરાવ્યું હતું અને પ્લેન ક્રેશ થયું હતું. સદનસીબે કોઈનો જીવ ગયો નહોતો. જે બાદ પાયલટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, આ પ્લેન મૈસાચુસેટ્સ દ્વીપ પર ક્રેશ થયું હતું. પાયલટની ઉંમર 79 વર્ષ છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શનિવારના રોજ આ પ્લેને ન્યૂયોર્કના વેસ્ટચેસ્ટી કાઉન્ટીથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા બાદ અધ વચ્ચે જ પાયલટની તબિયત લથડી હતી. પાયલને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા પ્લેનમાં મુસાફરી કરી રહેલાં એક 68 વર્ષીય મહિલા પેસેન્જરે પ્લેનની કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી. પરંતુ લેન્ડિંગ દરમિયાન લોચો પડ્યો હતો. મહિલાએ મૈસાચુસેટ્સ દ્વીપ પર ક્રેશ લેન્ડિંગ કર્યું હતું.
જો કે, આ પ્લેન ક્રેશ થયા બાદ સ્થાનિક પોલીસે યાત્રીઓ અને પાયલટ વિશે માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. જો કે, એવું સામે આવ્યું હતું કે, રનવેની બહાર આ લેન્ડિંગ કરવામાં આવ્યુ્ં હતું અને એના કારણે તે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ પ્લેનનો ડાબો પંખો પણ તૂટી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ પોલીસ અને એરપોર્ટના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પાયલટ અને મહિલાને બોસ્ટનની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તપાસ પણ શરુ કરી દીધી છે.
જો કે, આ પ્લેનમાં બીજા પણ કેટલાંક મુસાફરો સવાર હતા. એક મહિલા પેસેન્જરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. મહત્વનું છે કે, પ્લેનમાં પાયલટની તબિયત લથડતાં તે પ્લેન ઉડાડી શકે એવી સ્થિતિમાં નહોતો. આખરે એક મહિલાએ હિંમત દર્શાવી હતી અને તેણે આ પ્લેન ઉડાડ્યું હતું. કમનસીબે તે લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહી હતી અને પ્લેનનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ લોકો સુરક્ષિત હોવાથી તમામે ઉપરવાળાનો આભાર માન્યો હતો.

Total Visiters :196 Total: 1497272

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *