લક્ષ્ય 2026ના 80 ટકાથી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્યને ઘણા સમય પહેલા હાંસલ કર્યો;
PLANET એપે 44 લાખ ડાઉનલોડનો આંકડો પાર કર્યો
· 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડ (કન્સોલિડેટેડ) નો ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ હતો
· રિટેલ પોર્ટફોલિયો મિક્સ હવે કુલ લોન બુકના 82% છે; 80 ટકાથી વધુ રિટેલાઇઝેશનનું લક્ષ્ય 2026 લક્ષ્યાંક લગભગ ત્રણ વર્ષ પહેલા જ હાંસલ કર્યો
· તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ તેમજ ઉચ્ચ સ્તરના ડિજિટલ અને ડેટા એનાલિટિક્સ સાથે રૂ. 11,193 કરોડનું ત્રિમાસિક રિટેલ ધિરાણ
· હોલસેલ બુકમાં વાર્ષિક ધોરણે 65% એટલે કે રૂ. 25,992 કરોડનો ઘટાડો જે લક્ષ્ય 2026ને અનુરૂપ છે તથા ટોચની રિટેલ ફાઇનાન્સ કંપની બનવાની દિશામાં વેગ મળી રહ્યો છે
· PLANET એપે 44 લાખ ડાઉનલોડ્સનો આંકડો પાર કર્યો; મોટાપાયે ફિનટેક બનવા તરફ ડિજિટલ ટેક્નોલોજી સાથે આગેકૂચ
· ‘સિંગલ એન્ટિટી સ્ટ્રક્ચર’ તરફ દોરી જતી એકમોના સૂચિત મર્જર પર સારી રીતે પ્રગતિ થઈ રહી છે
મુંબઈ
ગ્રાહક-કેન્દ્રિત, શ્રેષ્ઠતમ, ડિજિટલી-સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફ આગેકૂચ કરી રહેલી અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)માંની એક એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (LTFH) 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531નો કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે 103%ની વૃદ્ધિ દર્શાવે છે.
કંપનીએ કુલ લોન બુકના 82% રિટેલ લોન પોર્ટફોલિયો મિક્સ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026 ધ્યેય હેઠળ નિર્ધારિત 80 ટકા રિટેલાઇઝેશન લક્ષ્ય કરતાં વધુ છે. કંપનીએ તેના મોટાભાગના લક્ષ્ય 2026 લક્ષ્યાંકો લગભગ ત્રણ વર્ષ પૂર્વે જ હાંસલ કરી દીધા છે.
કંપનીની ગ્રાહક ફેસિંગ એપ્લિકેશન – PLANET એપ, જેનું નાણાંકીય વર્ષ 2021-2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું, તે તેના ગ્રાહકો માટે એક શક્તિશાળી ડિજિટલ ચેનલ તરીકે ઉભરી આવી છે અને અત્યાર સુધીમાં 44 લાખ ડાઉનલોડ્સને પાર કરી ગઈ છે.
30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક રિટેલ વિતરણ રૂ. 11,193 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 25%ની વૃદ્ધિ દર્શાવે છે. આ વિકાસ તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા સંચાલિત છે. રિટેલ બુક હવે રૂ. 64,274 કરોડ છે, જે 30 જૂન, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 34% વધારે છે.
આ ઉપરાંત, હોલસેલ બુકમાં વાર્ષિક ધોરણે 65%નો ઘટાડો થયો છે, એટલે કે લક્ષ્ય 2026ના ધ્યેયોને વેગ મળતાં રૂ. 25,992 કરોડનો ઘટાડો થયો છે.
નાણાંકીય પરિણામો પર ટિપ્પણી કરતા, એલએન્ડટી ફાયનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, “મને એ જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે કે અમે નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ 82% રિટેલાઇઝેશન હાંસલ કર્યું છે, જે 80%થી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્ય 2026ના લક્ષ્ય કરતાં ઘણું આગળ છે. વાસ્તવમાં, અમે અમારા મોટાભાગના લક્ષ્ય 2026 લક્ષ્યોને લગભગ 3 વર્ષ પહેલા જ હાંસલ કરવામાં સક્ષમ રહ્યા છીએ. આ સિદ્ધિનો શ્રેય એક તરફ રિટેલ એસેટ બુકને મજબૂત રીતે વધારવાની અને બીજી બાજુ હોલસેલ બુકમાં તીવ્ર ઘટાડો સુનિશ્ચિત કરવાની બે વ્યૂહરચનાને આભારી છે, જ્યારે બેસ્ટ-ઇન-ક્લાસ એસેટ ગુણવત્તા જાળવવામાં આવી છે. ફિનટેક ફ્રન્ટ પર, અમારી કસ્ટમર ફેસિંગ એપ્લિકેશન PLANET એ આજની તારીખ સુધીમાં 44 લાખ ડાઉનલોડ્સનો આંક વટાવી દીધો છે અને અમારા ગ્રાહકોને તેમની મોટાભાગની આવશ્યકતાઓને પૂરી કરવા માટે ઉત્તેજક સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત વિકસિત થઈ રહી છે. આગળ જતાં, અમે અમારી વૃદ્ધિની ગતિ જાળવી રાખીશું અને ગ્રાહક-કેન્દ્રિત અને ટકાઉ મોટાપાયે ફિનટેક બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું. કંપની ગ્રાહક મૂલ્ય દરખાસ્ત તરીકે ડિજિટલ ફાઇનાન્સ ડિલિવરી વિકસાવવાનું ચાલુ રાખશે અને અમારા ડિજિટલ ઓફરિંગ દ્વારા ગ્રાહક ઇકોસિસ્ટમના દરેક ભાગને સ્પર્શ કરશે.”
30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન, એલટીએફએચે તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ જોઈ છે.
30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ગ્રામીણ જૂથ લોન અને માઇક્રો ફાઇનાન્સના વિતરણે રૂ. 4,511 કરોડનું તેનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક વિતરણ નોંધાવ્યું છે જે વાર્ષિક ધોરણે 18 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વણખેડાયેલા બજારમાં ઊંડી ભૌગોલિક હાજરી, મજબૂત ગ્રાહક જાળવણી તથા યોગ્ય લેણદારોના તંદુરસ્ત હિસ્સાના લીધે બિઝનેસને મદદ મળી હતી. ગ્રામીણ બિઝનેસ ફાઇનાન્સ છત્ર હેઠળની નવીનતમ ઓફરનો પાયલોટ પ્રોજેક્ટ રૂરલ લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી (રૂરલ એલએપી) પણ મદુરાઇ, તમિલનાડુમાં શરૂ કરવામાં આવ્યો હતો.
ફાર્મ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ વિતરણ 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 15 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 1,757 કરોડ રહ્યું હતું. કિસાન સુવિધા ટોપ-અપ અને રિફાઇનાન્સ દ્વારા સુધરેલી ઓન-ફીલ્ડ ઉત્પાદકતા અને ગ્રાહકોની જાળવણીમાં વધારો થવાને કારણે બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળી હતી.
ટુ-વ્હીલર ફાઇનાન્સે 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 14 ટકાના વધારા સાથે વાર્ષિક ધોરણે રૂ. 1,726 કરોડનું વિતરણ કર્યું હતું. કંપની નવી પહેલો દ્વારા ડીલરશીપનું મજબૂત નેટવર્ક બનાવતી વખતે કલેક્શન આધારિત વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે. આ બિઝનેસમાં બે નવી પ્રોડક્ટ્સ, સેન્ટમ અને વીઆઈપી પ્રોના લોન્ચિંગ પણ જોવા મળ્યું જેથી વધુ સારી ક્રેડિટ પ્રોફાઇલ ગ્રાહક સેગમેન્ટને પૂરી કરી શકાય.
30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,162 કરોડના વિતરણ સાથે પોર્ટફોલિયોની ગુણવત્તાનું રક્ષણ કરતી વખતે કન્ઝ્યુમર લોન્સનું પ્રમાણ વધવાનું ચાલુ રહ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 1,010 કરોડ હતું.
હાઉસિંગ લોન અને લોન્સ અગેઇન્સ્ટ પ્રોપર્ટીએ 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,299 કરોડના વિતરણ દ્વારા વાર્ષિક ધોરણે વિતરણમાં 39 ટકાના વધારા સાથે સાથે સતત વૃદ્ધિની ગતિ દર્શાવી હતી.
એસએમઈ લોન્સે પણ 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 607 કરોડના વિતરણ સાથે મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી જેની સરખામણીએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં વિતરણ રૂ. 68 કરોડ હતું. ભૌગોલિક હાજરીમાં વધારો અને ડિજિટાઇઝેશન અને ચેનલ વિસ્તરણ તરફના સંયુક્ત પ્રયાસોના પગલે ત્રિમાસિક ગાળા દરમિયાન બિઝનેસે શરૂઆતથી અત્યાર સુધીમાં રૂ. 2,000 કરોડના એકંદર વિતરણને વટાવી દીધું છે.