સોનાની કિંમત તોલાએ 60 હજારની નજીક, ચાંદી 75 હજાર રુપિયાને પાર

Spread the love

બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ

નવી દિલ્હી

આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ)ની વેબસાઈટ અનુસાર આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જયારે 22 કેરેટ સોનાની કિંમત 54,876 રૂપિયા થઈ ગઈ છે અને 18 કેરેટ સોનાની કિંમત 44,931 રૂપિયા પ્રતિ ગ્રામ થઇ ગઈ છે.

આઈબીજેએની વેબસાઈટ અનુસાર આજે ચાંદીની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો છે. તે 187 રૂપિયા વધીને 75,686 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. અગાઉ બુધવારે તે 75,499 રૂપિયા પર હતું.

અત્યાર સુધી આ મહિનામાં એટલે કે જુલાઈમાં સોનામાં વધારો જોવા મળ્યો છે. આ મહિનાની શરૂઆતમાં સોનું 58,139 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હવે 59,908 રૂપિયા પર છે. એટલે કે તેની કિંમતમાં 1,769 રૂપિયાનો વધારો થયો છે.

મળેલા અહેવાલો અનુસાર આગામી દિવસોમાં સોનાની કિંમતમાં ફરી વધારો જોવા મળી શકે છે. વર્ષના અંત સુધીમાં સોનું ફરી 62 હજાર સુધી જઈ શકે છે.

જૂનમાં જારી કરાયેલા સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી)ની પ્રથમ સિરીઝે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 5,926 રૂપિયા પ્રતિ ગ્રામની સર્વકાલીન ઊંચી કિંમત હોવા છતાં, રેકોર્ડ 77.69 લાખ યુનિટ ગોલ્ડ બોન્ડ સબસ્ક્રાઇબ થયા હતા. લોકોએ 7.77 ટન સોનામાં વર્ચ્યુઅલ રીતે રોકાણ કર્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ આ સિરીઝમાં 4,604 કરોડ રૂપિયાના ગોલ્ડ બોન્ડનું વેચાણ થયું હતું. અગાઉ, નાણાકીય વર્ષ 2020-21ની પાંચમી સિરીઝમાં ગોલ્ડ બોન્ડના મહત્તમ 63.5 લાખ યુનિટ સબસ્ક્રાઇબ થયા હતા.

Total Visiters :192 Total: 1501983

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *