વિક્રમી ત્રિમાસિક સંકલિત EBITDA રૂ. 41,982 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 5.1%ની વૃધ્ધિ
જિયો પ્લેટફોર્મ્સની વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8%ની વૃધ્ધિ
રિલાયન્સ રિટેલ્સની ત્રિમાસિક EBITDA રૂ. 5,000 કરોડને પાર
જિયોએ ‘જિયોભારત’ ફોન પ્લેટફોર્મ સાથે ‘2G મુક્ત ભારત’ વિઝનને વેગ આપ્યો
કુલ 314 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ સાથે ફિઝિકલ–ડિજીટલ ફૂટપ્રિન્ટમાં વિસ્તરણ સાથે રિટેલની મજબૂત વૃધ્ધિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું
આ પરિણામો અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ રિલાયન્સની આ ત્રિમાસિકગાળામાં મજબૂત કામગીરી તથા નાણાકીય પ્રદર્શને વિવિધ ઔદ્યોગિક તથા ઉપભોક્તા સેગમેન્ટની માગને પરિપૂર્ણ કરતા વ્યાપારના અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
પોષાય તેવા દરે જિયોની ગુણવત્તાસભર ઓફરિંગ્સની વિશાળ શ્રેણીએ સબસ્ક્રાઈબર બેઝમાં મજબૂત વૃદ્ધિને સક્ષમ બનાવી છે, જે ડિજિટલ સર્વિસ વ્યાપારના નાણાકીય પ્રદર્શનમાં પરાવર્તિત થાય છે. જિયોની ખરી 5G સર્વિસને તેજ ગતિએ લાગુ કરવાથી દેશના ડિજિટલ પરિવર્તનને પણ અભૂતપૂર્વ ગતિની પ્રાપ્તિ થઈ છે. ભારતમાં ઈન્ટરનેટનું લોકશાહીકરણ કરવાની દિશામાં વધુ એક ડગલું માંડતા, જિયોએ “જિયોભારત” ફોન પ્લેટફોર્મ લોંચ કરીને, દરેક ભારતીય માટે ઈન્ટરનેટ ટેકનોલોજી સુધી પહોંચ પૂરી પાડી છે અને તે પણ પોષાય તેવા દરે.
રિટેલ વ્યાપારે તીવ્રતમ વૃદ્ધિ દર્શાવી છે, જેમાં તેજ-ગતિએ સ્ટોરમાં ઉમેરા તેમજ ફૂટફોલ્સમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. ડિજિટલ તથા ન્યૂ કોમર્સ ક્ષેત્રે નવતર પહેલોનું યોગદાન સતત વધી રહ્યું છે, જેથી ઉપભોક્તાઓને મૂલ્યની પ્રાપ્તિ થવાની સાથે મર્ચન્ટ પાર્ટનર્સને પણ સહવર્તી લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
O2C વ્યાપારે વૈશ્વિક મેક્રો ક્ષેત્રે સામા પવનની વચ્ચે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે. આ ત્રિમાસિકગાળામાં MJ ફિલ્ડ કામગીરી શરૂ થવાથી ભારતની ઊર્જા સુરક્ષા વધશે, જેની સાથે આવનારા મહિનાઓમાં KGD6 બ્લોકમાંથી ઉત્પાદન વધીને ~30 MMSCMD પર પહોંચશે.
નાણાકીય સેવા વ્યાપાર- જિયો ફાયનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડના ડિમર્જરની પ્રક્રિયા ચાવીરૂપ મંજૂરીઓની પ્રાપ્તિ સાથે યોગ્ય સ્તરે પહોંચી છે. મારું દૃઢપણે માનવું છે કે, જિયો ફાયનાન્સિયલ સર્વિસીઝ ભારતમાં નાણાકીય સમાવેશીકરણને વેગવાન બનાવવા સર્વોત્તમ રીતે સ્થિત છે.”