યુએસની મહિલા સાથે દારુ પિવડાવી ખાલી ઘરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ

Spread the love

ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ, બીચ પર બેઠેલી મહિલાને સિગારેટ બાદ દારૂની ઓફર કરી તેને ખાલી ઘરમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ

તિરૂવનંતપુરમ

અમેરિકાથી ભારત ફરવા આવેલી મહિલા સાથે કેરળમાં બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું. મહિલાએ આપવિતી જણાવતા બીચ પર બનેલી ઘટના અંગે માહિતી આપી હતી. મહિલાની ફરિયાદ મુજબ, આરોપી તેની પાસે ગયો અને સિગારેટ ઓફર કરી. જ્યારે મહિલાએ ના પાડી, ત્યારે તેઓએ તેને દારૂની  ઓફર કરી. મહિલાની ફરિયાદને ટાંકીને પોલીસે કહ્યું કે તે દારૂ પીને નશામાં ધૂત થઈ ગઈ હતી અને તે પછી આરોપી તેને મોટરસાઈકલ પર નજીકના એક ખાલી ઘરમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે વારંવાર સામૂહિક દુષ્કર્મ  કરવામાં આવ્યું હતું.                    

કેરળના કોલ્લમમાં 44 વર્ષની અમેરિકન મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. મહિલાને દુષ્કર્મ કર્યા બાદ બે આરોપીઓ તેને પોતાની સાથે અજ્ઞાત સ્થળે લઈ ગયા, જ્યાં તેની સાથે  દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ભારત ફરવા  આવી હતી અને કોલ્લમના એક આશ્રમમાં રોકાઇ  હતી. પોલીસે આ સંદર્ભે કરુણાગપ્પલ્લી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 376ડી  અને 376 (2)(એન) હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે. પીડિતા 22 જુલાઈના રોજ કેરળ આવી હતી.                                                                                                                               

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની મંગળવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  પીટીઆઈના સમાચાર અનુસાર, 31 જુલાઈના રોજ મહિલા આશ્રમની નજીકના બીચ પર એકલી બેઠી હતી. ત્યારે જ બંને આરોપીઓ તેમની પાસે આવ્યા અને સિગારેટ આપવા લાગ્યા. અમેરિકન મહિલાએ સિગારેટ પીવાની ના પાડી. બાદ બંને આરોપીએ વાતચીત શરૂ કરી બાદ  દારૂ ઓફર કર્યો દારૂ પીધા બાદ મહિલા નસામાં ચૂર થઇ ગઇ અને આવી અવસ્થામાં તે તેમને અજ્ઞાન જગ્યાએ લઇ ગયા હતા અને અહીં વારંવાર આરોપીએ અમેરિકાની આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *