રાહુલ સામે માનહાની કેસમાં 4 ઓગ્સ્ટે સુનાવણી થશે

Spread the love

સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી, તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો

નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી. તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે ગુજરાત સરકારને પણ સુપ્રીમકોર્ટે નોટિસ ઈશ્યૂ કરી છે. રાહુલ ગાંધીએ એવી દલીલ કરી હતી કે વાયનાડમાં ગમે ત્યારે પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે.   હવે આ મામલે આગામી સુનાવણી 4  ઓગસ્ટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરી હતી. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી રાહુલ ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થયા હતા. તેમની અપીલમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો 7 જુલાઈના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને ગળે ટૂંપો આપી દેવા જેવું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *