કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે દ્વારા મમતાને એક મોટો ઝટકો લાગ્યો છે. રામ નવમીના તહેવાર દરમિયાન હિંસાની તપાસ એનઆઈએને સોંપવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે પશ્ચિમ બંગાળ સરકારની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે મામલાની ગંભીરતાને જોતા એનઆઈએ તપાસની જરૂરિયાત નકારી ન શકાય.
રામનવમી દરમિયાન રાજ્યમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ એનઆઈએ દ્વારા કરવાના નિર્દેશ આપતા કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે મમતા સરકારની અરજી પર સુનાવણી કરી. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ બેન્ચમાં સામેલ હતા. રામ નવમી હિંસાના કિસ્સામાં, કેન્દ્રએ પશ્ચિમ બંગાળમાં હિંસાની તપાસ કરવા એનઆઈએ એક્ટની કલમ 6 હેઠળ એજન્સીને સુઓ મોટુ આદેશ આપ્યો હતો. ખંડપીઠે કહ્યું કે, મમતા સરકારે કેન્દ્રની આ સૂચનાને પડકારી નથી. સરકારને કલકત્તા હાઈકોર્ટના નિર્ણય સામે વાંધો છે જેમાં 31 માર્ચથી 3 એપ્રિલની વચ્ચે વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી 6 એફઆઈઆર એનઆઈએને ટ્રાન્સફર કરવામાં આવી છે.