પોલીસે તથ્યના વધુ રિમાન્ડ ન માગ્યા, પિતા-પુત્રએ જેલમાં જ રહેવું પડશે

Spread the love

અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હોવાનો એફએશએલના રિપોર્ટમાં ખુલાસો, આરટીઓ તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે


અમદાવાદ
શહેરમાં ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આજે પણ કોર્ટ રૂમ ખીચોખીસ ભરેલો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ નહોતી કરી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તથ્ય અને તેનો પિતા સાબરમતિ જેલમાં રહશે. તથ્યના વકીલે તેને મળવા માટે સમય માંગ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.
ઈસ્કોન બ્રિજ પર અકસ્માત વખતે તથ્ય પટેલની કાર 160ની સ્પીડે હોવાની તે દરમિયાન વાતો થઈ હતી. તેના વકીલે એ સમયે કહ્યું હતું કે, તથ્યની કારની આટલી બધી સ્પીડ નહોતી પણ 70થી 80ની સ્પીડે દોડતી હતી. પરંતુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ખુદ તથ્યએ લોકો દ્વારા પુછવામાં આવતાં સવાલોના જવાબમાં કબૂલ્યું હતું કે તેની કારની સ્પીડ 120 કિ.મી હતી. આ દરમિયાન એફએસએલના રીપોર્ટમાં તથ્ય અને તેના વકીલે સ્પીડને લઈને આપેલા નિવેદનમાં ધડાકો થયો છે. એફએસએલ દ્વારા હાલમાં જે રીપોર્ટ સોંપવામાં આવ્યો છે એમાં એવું કહેવાયું છે કે અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હતી.આ કેસમાં હવે આરટીઓ તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે. તેમાં પણ કાર કેટલી સ્પીડે દોડતી હતી તે નક્કી થશે.
માલેતુજાર નબીરા તથ્યએ સિંધુભવન રોડ પર થાર કાર એક રેસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી અને દિવાલને નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં જે તે સમયે સમાધાન થયું હતું. આ થાર ગાડી રેસ્ટોરાંમાં ઘૂસી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આ કેસમાં પોલીસે 20 દિવસ પછી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ કાર તથ્ય ચલાવતો હતો કે કોઈ અન્ય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે.
શહેરના ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માત સમયે ત્યાં ઉભેલા લોકોને જેગુઆર કારથી કચડી નાંખનારા આરોપી તથ્ય પટેલને હવે જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેના પિતાને કોર્ટે પહેલાં જ જેલ હવાલે કરી દીધો હતો. આ કેસમાં કારમાં સવાર એક છોકરો અને ત્રણ છોકરીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતાં. જેમાં શાન માલવિકા, શ્રેયા, ધ્વનિ અને આર્યનને કોર્ટમાં હાજર કરાયા હતાં. આ તમામની સાથે તેમના વાલીઓ પણ કોર્ટમાં આવ્યા હતાં. આ તમામ લોકોના કોર્ટમાં સાક્ષી તરીકે નિવેદન લેવાયા હતાં.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *