પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ
ઈમ્ફાલ
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે પોલીસે સાતમા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ અભિયાન ચલાવી રહી છે.
આ ઘટના અંગે અત્યાર સુધી પોલીસે કુલ સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં એક સગીર આરોપી છે. પોલીસ હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે જેથી કરીને અન્ય આરોપીઓને પકડી શકાય. ઉલ્લેખનીય છે કે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાનો વીડિયો 4 મેનો હોવાની માહિતી અપાઈ છે. આ વીડિયોને થોડાક જ સમય પહેલાં શેર કરાયો હતો જેના બાદ વિરોધમાં સમગ્ર મણિપુરમાં દેખાવોનો દોર શરૂ થઈ ગયો હતો.