ઊધારના 250 રુપિયાથી લોટરી ખરીદી, 10 કરોડ જીત્યા

Spread the love

આ મહિલાઓએ કહ્યું કે, તેઓ જાણતાં નહોતાં કે લોટરી ખરીદ્યા બાદ તેઓ રાતોરાત કરોડપતિ બની જશે


પરાપન્નાગાડી
અહીં 11 મહિલાઓના નસીબ માત્ર ઉધારના રુપિયે ચમકી ગયા હતા. આ મહિલાઓ પાસે 250 રુપિયા પણ નહોતા અને હવે તેઓ કરોડપતિ બની ગઈ છે. આ મહિલાઓ કચરો ઉપાડવાનું કામ કરે છે. આ તમામ મહિલાઓએ 350 રુપિયા એકઠા કર્યા અને પછી લોટરી ખરીદી હતી. આ લોટરીની ટિકિટે હવે તેમને કરોડપતિ બનાવી દીધા છે. આ તમામ મહિલાઓનું નસીબ ખરેખર ઉધારના રુપિયે બદલાઈ ગયુ હતુ. હવે તેઓ 10 કરોડોની લોટરી જીત્યા છે.
આ તમામ મહિલાઓ હરિત ફર્મ સેના સાથે સંકળાયેલી છે. હરિત ફર્મ સેના કેરળની પરાપન્નાગાડી નગરપાલિકા હેઠળ કચરો ઉપાડવાનું કામ કરે છે. આ જ કંપનીમા આ મહિલાઓ પણ કામ કરે છે. થોડા સમય પહેલાં માત્ર 250 રુપિયા માટે લોકો પાસે ઉધાર માગતી આ મહિલાઓને ખબર નહોતી કે તેમનું નસીબ બદલાઈ જશે અને તેઓ કરોડપતિ બની જશે. લોટરી જીત્યા બાદ આ મહિલાઓએ કહ્યું કે, તેઓ જાણતા નહોતા કે લોટરી ખરીદ્યા બાદ તેઓ રાતોરાત કરોડપતિ બની જશે. કેટલાંક લોકોના ખિસ્સામાં તો 25 રુપિયા પણ નહોતા. પોતાનું નસીબ અજમાવવા માટે 250 રુપિયા ઉધાર લીધા હતા.
એ પછી આ મહિલાઓએ લોટરી ખરીદી હતી અને રાતોરાત 10 કરોડની લોટરી જીતી હતી. કેરળમાં જ્યારે આ લોટરી ખૂલી તો બુધવારે વિભાગે આ મહિલાઓને 10 કરોડની લોટરી માટે વિજેતા જાહેર કરી હતી. સહકર્મીઓ પાસેથી રુપિયા ઉધાર લઈને લોટરી જીતનારી એક મહિલાએ કહ્યું કે, આ પહેલાં પણ અમે ઉધાર રુપિયા લઈને લોટરીની ટિકીટો ખરીદી હતી. પરંતુ પહેલીવાર બન્યું છે કે અમે કોઈ લોટરી જીતી હોય.
હાલ અમે લોકોએ 10 કરોડની લોટરી જીતી છે. આ લોટરી જીત્યા બાદ હજુ પણ વિશ્વાસ આવતો નથી. અમારી પાસે લોટરી ખરીદવા માટે રુપિયા પણ નહોતા. ઉધાર રુપિયા લઈને આ ટિકીટ ખરીદી હતી. આખરે અમારી લોટરી લાગી હતી અને 10 કરોડ રુપિયા જીત્યા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *