એફબીઆઈના મહત્વપૂર્ણ પદ પર મૂળ ભારતીય સોહિણી સિન્હાની નિમણૂક

Spread the love

સોહિણી સિન્હાને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ઉટાહમાં સોલ્ટ લેક સિટીના ફિલ્ડ ઓફિસમાં સ્પેશિયલ એજન્ટ ઈન્ચાર્જ બનાવાયા


વોશિંગ્ટન
અમેરિકામાં ભારતીય સમુદાયની બોલબાલા યથાવત્ છે. વધુ એક સરકારી કાર્યાલયમાં હવે ભારતીય મૂળની વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે એ પણ ઊંચા હોદ્દે. માહિતી અનુસાર ભારતીય અમેરિકી સોહિણી સિન્હાને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ઉટાહમાં સોલ્ટ લેક સિટીના ફિલ્ડ ઓફિસમાં સ્પેશિયલ એજન્ટ ઈન્ચાર્જ બનાવાયા છે.
એફબીઆઈના નિર્દેશક ક્રિસ્ટોફર રે દ્વારા સોહિણી સિન્હાના નામની સ્પેશિયલ એજન્ટ ઈન્ચાર્જ પદે નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી હતી. અગાઉ તે વોશિંગ્ટન ડીસીમાં આવેલા એફબીઆઈ હેડક્વાર્ટર પર નિર્દેશકના એક્ઝિક્યૂટિવ સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
સોહિણી સિન્હાની વાત કરીએ તો તેઓ 2001માં એફબીઆઈ સાથે સ્પેશિયલ એજન્ટ તરીકે જોડાયા હતા. તેમને સૌથી પહેલાં મિલવાઉકી ફિલ્ડ ઓફિસે પોસ્ટિંગ અપાઈ હતી. તેઓ અહીં આતંકવાદ વિરોધી ટુકડીમાં કામ કરતા હતા. હાલમાં જ તેમણે ગ્વાંતનામો બે ખાત આવેલા નેવીના બેઝ પર કામચલાઉ એસાઇનમેન્ટમાં પણ ભૂમિકા ભજવી હતી.

Total Visiters :187 Total: 1497677

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *