પોક્સો કેસોની ખાસ અદાલતે એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પેન્ડીંગ રાખેલો ચૂકાદો જાહેર કર્યો

સુરત
માર્ચ-2023માં સુરતના ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામની માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પૈન્ડીગ રાખેલો ચૂકાદો આજે જાહેર કર્યો હતો. સરકારપક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીનો ગણીને દોષિત ઈસ્માઈલ હજાતને ફાસીની સજા, 1 હજાર દંડ તથા પીડીતાના પરિવારને 10 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
મૂળ નવસારીના જિલ્લાના ચીખલી તાલુકાના આલીપુરના વતની અને છુટક મજુરી કરી માતા પિતા સાથે ભાડાના મકાનમાં રહેતા 23 વર્ષીય આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત(રે.સરદાર ફળીયું,કપ્લેથા તા.ચોર્યાસી)ને ફરિયાદી મહીલાના પતિ સાથે મિત્રતાના સંબંધ હોઈ તેના ઘરે આવવા જવા તથા દોઢ વર્ષની માસુમ બાળકીને રમાડવા બહાર લઈ જવા સુધીના સંબંધ હતા.આરોપી ઈસ્માઈલ હજાત ગઈ તા.27-2-23ના રોજ ફરિયાદીના ઘરે જતાં તેની એક વર્ષ નવ મહીના તથા 17 દિવસની વયની દીકરી રડતી હતી. તેથી માસુમ બાળકીને વેફર અપાવવાના નામે બદકામ કરવાના ઈરાદે કપ્લેથા ગામના તળાવ નજીક એક અવાવરુ મકાનના વાડામાં લઈ જઈને બાળકીની નાભિના ભાગે બચકાં ભરી ઈજા કરીન દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ હત્યા કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર ક્યાં છે તેવું આરોપીને પુછતાં હું હમણાં લાઉં છું તેવું કહીને આરોપી દોડીને ભાગી જતો હોય તેવા સીસીટીવી ફુટેજ મળ્યા હતા. ત્યારબાદ બાળકીની શોધખોળ કરતાં ઘટના સ્થળેથી મૃત્ત હાલતમાં બાળકી મળી આવી હતી.
જેથી સચીન પોલીસે માસુમ બાળકીને વાલીપણાના કબજામાંથી બદકામ કરવાના ઈરાદે લઈ જઈ દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને ગંભીર ઈજા પહોંચાડી હત્યાના ગુનામાં આરોપી ઈસ્માઈલ હજાતની ગઈ 28મી ફેબુ્આરીએ ધરપકડ કરી જેલભેગા કરી નિયત સમય પહેલાં જ ચાર્જશીટ રજુ કરી દીધી હતુ.સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુધ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહીનના ટુંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજુ કરીને સરકારપક્ષનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો.જેથી પોક્સો કેસોની ખાસ અદાલતે આરોપી ઈસ્માઈલ હજાતને એટ્રોસીટી એક્ટના ભંગના ગુના સિવાય તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો.
જેથી મોડી સાંજે દોષી ઠરેલા ઈસ્માઈલ હજાતની વિરુધ્ધ માસુમ બાળકી પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય તથા હત્યા જેવા ગંભીર ગુના આચર્યા હોઈ સરકારપક્ષે આરોપી વિરુધ્ધના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને કેપીટલ પનીશમેન્ટની મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા પણ માંગ કરી હતી.જ્યારે આરોપીના બચાવપક્ષે લીગલ એઈડના વકીલ પંચોલીએ આરોપી યુવાન વયના હોવા ઉપરાંત માતા-પિતા તથા એક બહેનનું ભરણ પોષણ કરતા હોઈ ગુનાઈત ઈતિહાસ ન હોઈ મહત્તમને બદલે ઓછી સજા કરવા માંગ કરી હતી.જેથી બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ચુકાદો આગામી તા.૨જી ઓગષ્ટ સુધી મુલત્વી રાખ્યો છે. આજે ઉઘડતી કોર્ટના સમયે ભરી અદાલતમાં દોષી ઈસ્માઈલ હજાતને ઈપીકો 376(એ)(બી) પોક્સો એકટની કલમના ભંગ બદલ ઈસ્માઈલ હજાતને પીટલ પનીશમેન્ટની સજા, 1 હજાર દંડ તથા ભોગબનનાર બાળકીના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.10 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામમાં માત્ર દોઢ વર્ષની બાળકીનું અપહરણ-દુષ્કર્મ,હત્યા કરી પોક્સો એક્ટના ભંગ કરવાના ગુનામાં કોર્ટે દોષી ઠેરવેલા ઈસ્માઈલ હજાતના મોબાઈલ ડેટા મેળવવામાં આવ્યા હતા.સરકારપક્ષે એફએસએલના અધિકારીઓના રિપોર્ટને રજુ કરીને આરોપીના મોબાઈલમાંથી કુલ 215 જેટલી નાની ઉંમરના બાળકો પર હિંસા આચરવા, તેની હત્યા કેવી રીતે કરવી,નાભિના ભાગે ઈજા કરવા સહિતની આપત્તિજનક ઈમેજ અને ક્લીપ્સ મળી આવી હતી.જેનો અમલ કરતો હોય તેમ ઈસ્માઈલ હજાતે ભોગ બનનાર બાળકીની નાભિના ભાગે બચકાં ભરીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા મેડીકલ એવીડન્સમાં પુરવાર થયું હતુ. તદુપરાંત 23 વર્ષીય આરોપી ઈસ્માઈલે દોઢ વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યા પહેલાં પણ પોતાની વયથી 10-15 વર્ષ મોટી વયની મહીલા સાથે પણ સંબંધો હોવાનું મોબાઈલ ડેટાની વિગતોમાં બહાર આવ્યું હતુ.
ગયા માર્ચ માસમાં સચીન પોલીસની હદમાં દોઢ વર્ષની બાળકીના અપહરણ,દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યાના ગુનામાં દોષી ઠરેલા ઈસ્માઈલ હજાતને પોક્સો એક્ટના ભંગ, ઈપીકો-376(એ)(બી)માં ફાંસી મહત્તમ સજા ઉપરાંત ઈપીકા-302 સહિત અન્ય ગંભીર ગુનામાં સખ્તકેદ સાથે ઈપીકો-73 હેઠળ સૌ પ્રથમવાર એકાંત કેદની સજાની પણ માંગ કરી છે. જે મુજબ જે ગુના માટે અદાલતને સખત કેદની સજા કરવાની સત્તા હોય તે ગુનામાં દોષી જાહેર થયેલા ગુનેગારને જે સજા કરવામાં આવી હોય તેના કોઈ ભાગ કે ભાગની મુદત સુધીન તેને નીચેના ધોરણ મુજબ એકંદરે ત્રણ માસથી વધુ નહીં તેવી એકાંત કેદમાં રાખવામાં આવશે. એકાંત કેદની સજાનો અમલ કરવામાં એકી સાથે એવી કેદ કદી 14 દિવસથી વધુ હોવી જોઈએ નહીં. તથા એકાંત કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતાં ઓછો સમયગાળો હોવો જોઈએ નહીં.જો કેદની સજા ત્રણ માસ કરતાં વધુ હોય તો અપાયેલી પુરી કેદ દરમિયાન કોઈ એક માસમાં એકાંત કેદ સાત દિવસ કરતાં વધુ ન હોવી જોઈએ નહીં. અત્રે નોંધનીય છે કે સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં દોષી ઠરેલા ગુનેગારોને ઈપીકો-73 હેઠળ એકાંત કેદની સજાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો કે તે પુરી સળંગ સજા દરમિયાન એકાંત કેદનો હોઈ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
પાંચ મહીના પહેલાં ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામમાં માત્ર દોઢ વર્ષની બાળકીના રેપ વીથ મર્ડર કેસમાં દોષી ઠરેલા ઈસ્માઈલ હજાતની વિરુધ્ધના કેસ રેરેસ્ટ ઓફ રેર ગણાવતા સરકારપક્ષે માછીસિંગના કેસમાં પ્રસ્થાપિત કરેલા ચુકાદાના તારણને પોતાની દલીલના સમર્થનમાં રજુ કર્યા હતા.જેથી આરોપી તથા ભોગ બનનારના મીટીગેટીંગ તથા એગ્રિવેટીંગ સંજોગો દર્શાવવામાં આવ્યા હતા.સરકારપક્ષે પીડીતાના મીટીંગેટીંગ સંજોગો દર્શાવવવા તેની દોઢ વર્ષની વય,નિઃસહાય,નિઃશસ્ત્ર અને પ્રતિકાર કરી શકે તેવી સ્થિતિમાં ન હોવા, આરોપીએ તેને પહોંચાડેલી ઈજા, આરોપીના અગાઉના ગુનાઈત કૃત્ય અને બનાવ બાદ,ટ્રાયલ દરમિયાન કે દોષી ઠર્યા બાદ પોતાના કૃત્યનો પસ્તાવો કે રંજ ન હોવાનું જણાવ્યું હતુ. જ્યારે આરોપીના બચાવપક્ષે આરોપીના મીટીગેટીંગ સંજોગો દર્શાવતા જણાવ્યું હતું કે આરોપી 23 વર્ષની નાની વય છે. માતા પિતા તથા બહેનનું ભરણ પોષણ કરે છે. જેનું ખંડન કરતાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીના માતાપિતાની જુબાનીમાં પણ આરોપી તેમનું ભરણ પોષણ કરતો હોવાનું જણાવ્યું નથી.આરોપીને નાની બહેન હોવા છતાં માત્ર દોઢ વર્ષની બાળકી સાથે તેણે કરેલા જઘન્ય કૃત્ય અને ક્રુરતા જોતાં આરોપીના એગ્રેીંગેટીંગ સંજોગો મીટીગેટીંગ સંજોગો કરતાં વધુ ગંભીર છે.આરોપીની ઉંમર ૨૩ વર્ષની છે પરંતુ ભોગ બનનારની વય તો માત્ર દોઢ વર્ષની છે. જે ભવિષ્યમાં સારી નાગરિક બનીને તેના કુટુંબને મદદરૂપ થઈ શકી હોત.
દોષિત ઈસ્માઈલ હજાતના ક્યા ગુનામાં કેટલી સજા- દંડ
(1) ઈપીકો-366 આજીવન કેદ 1 હજાર દંડ ન ભરે તો 6 માસની કેદ
(2)ઈપીકો-376(એ)(બી)ફાસીની સજા 1 હજાર દંડ ન ભરે તો છ માસ કેદ
(3)ઈપીકો-302 માંઆજીવન કેદ ,1 હજાર દંડ ન ભરે તો છ માસ કેદ
