સંજય રાયના દેશમાં 42 સ્થળે ઈડીના દરોડા, 14.54 કરોડની મિલ્કત ટાંચમાં લેવાઈ

Spread the love

ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા ઠગ સંજય પ્રસાદ રાયે ગાંધીધામથી નોકરી કરી કેરિયરની શરૂઆત કરી હતી


નવી દિલ્હી
કરોડો રુપિયાની છેતરપીંડી કરનાર અને પીએમઓના નામે અનેક લોકોને શીશામાં ઉતારનાર નટરવલાલ સંજય રાય ઉર્ફે સંજય શેરપુરીયાના દેશભરમાં 42 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે. ઈડીએ આ આ દરોડા ગાંધીધામ સહિત દેશના જૂદા-જૂદા શહેરોમાં દરોડા પાડીને કુલ 14.54 કરોડની મિલકત ટાંચમાં લેવાઈ છે.
જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી ફાઇવ સ્ટાર હોટેલમાં જલસા કરનારાં મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક મહાઠગ સંજય પ્રકાશ રાય ઉર્ફે શેરપુરિયા સામે ઈડીએ નવી દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં ફરિયાદ તથા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ મહાઠગ અત્યાર સુધીમાં સેકડો કરોડો રુપિયાની છેતરપીંડી કરી ચુક્યો છે. આ પહેલા ઉત્તર પ્રદેશ એટીએફએ સંજય રાય ઉર્ફે શેરપુરિયાની વિભુતખંડ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
આ પહેલા 28મી જૂલાઈના પટીયાલા હાઉસકોર્ટમાં ઈડી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી, પ્રીવેન્શન ઓફ મની લોંડ્રીંગ એક્ટ હેઠળ છેતરપીંડી માટે દાખલ થયેલા આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઈડીના સતાવાર સુત્રોના જણાવ્યા અનુસાર દેશભરમાંથી નવી દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગાઝીપુર, પુણે અને ગાંધીધામ સહિત કુલ 42 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વચ્ચે જુન મહિનામાં સંજય પ્રકાશ રાયની ઈડીએ અટકાયત કરી હતી. ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા ઠગ સંજય પ્રસાદ રાયે ગાંધીધામથી નોકરી કરી કેરિયરની શરૂઆત કરી હતી. સંજય રાય કચ્છમાં વર્ષો પહેલા હોટેલ રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતો હતો.
સંજય રાય ઉર્ફે સંજય શેરપુરિયાના મોટા કારનામાં સામે આવ્યા છે. સામાન્ય ડ્રાઈવરથી નટવરલાલ બનેલા આ ઠગની ગજબની સ્ટોરી છે. આ ઠગ ખોટી કંપનીઓ બનાવી મોટા પ્રમાણમાં છેતરપીંડી કરતો હતો. એસટીએફ દ્વારા કરવામાં આવેલ પુછપરછમાં સંજય પાસેથી કેટલાક ખુલાસા મળ્યા હતા. ઠગ સંજયની છેતરપીંડીમાં કેટલાય મોટા ઓફિસરો ફસાયા હોવોની વાત પણ સામે આવી હતી. ભાજપના કેટલાય નેતાઓને આ ઠગે ચુનો લગાવ્યો છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *