વડોદરા
આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ત્રીજા ક્રમના આર્ય કટારિયાએ મોખરાના ક્રમના માલવ પંચાલને હરાવીને અંડર-15 ટાઇટલ જીતી લીધું હતું. બીજા ક્રમનો સુજલ કુકડિયા આ ઇવેન્ટમાં ત્રીજા ક્રમે રહ્યો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)ના ઉપક્રમે અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ત્રીજીથી છઠ્ઠી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેને UTT, GAIL અને SAG દ્વારા સ્પોન્સર કરાઈ છે.
ટુર્નામેન્ટના બીજા દિવસે અંડર-15 બોયઝ કેટેગરીની ફાઇનલ બે અમદાવાદીઓ વચ્ચે રમાઈ હતી. આર્ય કટારિયાએ તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું જેની સામે કમનસીબે માલવ પંચાલ ફોર્મવિહોણો જણાતો હતો. આર્યએ કેટલાક આક્રમક વિનર્સ ફટકાર્યા હતા. તે તેની સર્વિસમાં પણ આક્રમક રહ્યો હતો અંતે તેણે 11-3 12-10 11-8થી મેચ જીતી લીધી હતી. આર્ય માટે રાજકોટમાં ટાઇટલ જીત્યા બાદ આ સિઝનનું બીજું ટાઇટલ હતું.
આ દરમિયાન આર્ય કટારિયાએ માલવની આગેકૂચ પણ અટકાવી હતી. મોખરાના ક્રમના માલવે વડોદરામાં રમતા અગાઉ સળંગ ત્રણ ટાઇટલ જીત્યા હતા.
અગાઉ સેમિફાઇનલમાં આર્ય કટારિયાએ બીજા ક્રમના સુજલ કુકડિયાને આ દરમિયાન આર્ય કટારિયાએ માલવની આગેકૂચ પણ અટકાવી હતી. મોખરાના ક્રમના માલવે વડોદરામાં રમતા અગાઉ સળંગ ત્રણ ટાઇટલ જીત્યા હતા.
અગાઉ સેમિફાઇનલમાં આર્ય કટારિયાએ બીજા ક્રમના સુજલ કુકડિયાને 13-11 11-8 11-5થી તથા માલવે અમદાવાદના અભિલાક્ષ પટેલને 11-7 11-5 7-11 11-6થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભાવનગરના સુજલે ત્રીજા ક્રમ માટેની મેચમાં અભિલાક્ષને 11-6, 10-12, 8-11 11-8, 11-9થી હરાવ્યો હતો.
અગાઉ ધ્યાન વસાવડાએ અમદાવાદના પાંચમા ક્રમના હ્રિદાન શાહ સામે શાનદાર વિજય હાંસલ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. સ્થાનિક ખેલાડી ધ્યાને જરાય મચક આપીને ન હતી અને બે વખત વળતો પ્રહાર કરીને અંતે
અગાઉ ધ્યાન વસાવડાએ અમદાવાદના પાંચમા ક્રમના હ્રિદાન શાહ સામે શાનદાર વિજય હાંસલ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. સ્થાનિક ખેલાડી ધ્યાને જરાય મચક આપીને ન હતી અને બે વખત વળતો પ્રહાર કરીને અંતે 8-11, 11-5, 8-11, 11-9, 11-7થી વિજય હાંસલ કર્યો હતો.
કમનસીબે ધ્યાન તેની લય ગુમાવી બેઠો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં અભિલાક્ષ પટેલ સામે તેનો કમનસીબે ધ્યાન તેની લય ગુમાવી બેઠો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં અભિલાક્ષ પટેલ સામે તેનો 11-6 11-7 11-8થી પરાજય થયો હતો.
દરમિયાન અંડર-17 ગર્લ્સ કેટેગરીના ક્વોલિફાઈંગ રાઉન્ડનો શુક્રવારે પ્રારંભ થઈ ગયો હતો.
પરિણામો :
સબ જુનિયર અંડર-15 બોયઝ પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ
સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ વંશ સુંદારાણી દરમિયાન અંડર-17 ગર્લ્સ કેટેગરીના ક્વોલિફાઈંગ રાઉન્ડનો શુક્રવારે પ્રારંભ થઈ ગયો હતો.
સબ જુનિયર અંડર-15 બોયઝ પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ
સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ વંશ સુંદારાણી 11-3, 11-4, 11-6; સમર્થ શેખાવત જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 15-13, 12-10, 11-9; ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ હ્રિદાન પટેલ 8-11, 11-5, 8-,11, 11-9, 11-7; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ 11-8, 11-9, 11-5.
સબ જુનિયર બોયઝ ક્વાર્ટર ફાઇનલઃ
માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ પવન કુમાર 11-4, 11-4, 11-8; અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ ધ્યાન વલાવડા 11-6, 11-7, 11-8; આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 6-11, 11-13, 11-6, 11-9, 11-4; સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ માનવ મહેતા 11-3, 11-6, 11-5;
સબ જુનિયર અંડર-15 બોયઝ સેમિફાઇનલ
માલ પંચાલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-7, 11-5, 7-11, 11-6; આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 13-11, 11-8, 11-5.
ત્રીજા/ચોથા સ્થાન માટેઃ સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 11-6, 10-12, 8-11 11-8, 11-9;
ફાઇનલઃ
આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-3, 12-10, 11-8