વડોદરા
સાતમા ક્ર્મની ફ્રેનાઝ છિપીયાએ ઇજાની સમસ્યામાંથી બહાર આવીને અમદાવાદની ઓઇળિકી જોઆરદારને હરાવીને અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૩ માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. સુરતની ફ્રેનાઝે આ સિઝનમાં તેનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
UTT, GAIL અને SAG દ્વારા સ્પોન્સર કરાયેલી આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડાના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.
ખભાની અને પીઠની ઇજા બાદ ઢીંચણની સમસ્યાથી પરેશાન ફ્રેનાઝે આ સિઝનમાં બે ઇવેન્ટ ગુમાવી હતી આ ઉપરાંત ગાંધીનગર અને રાજકોટ ખાતે આ વર્ષે તે સેમિફાઇનલ સુધી પહોંચી હતી. સાત ગેમ ચાલેલી મેરેથોન ફાઇનલ મેચમાં ફ્રેનાઝે ખભાની અને પીઠની ઇજા બાદ ઢીંચણની સમસ્યાથી પરેશાન ફ્રેનાઝે આ સિઝનમાં બે ઇવેન્ટ ગુમાવી હતી આ ઉપરાંત ગાંધીનગર અને રાજકોટ ખાતે આ વર્ષે તે સેમિફાઇનલ સુધી પહોંચી હતી. સાત ગેમ ચાલેલી મેરેથોન ફાઇનલ મેચમાં ફ્રેનાઝે 11-8, 9-11, 12-14, 11-8, 13-11, 10-12, 11-9 થી વિજય હાંસલ કર્યો હતો.
“ ફાઇનલ આસાન ન હતી. ઓઇશિકીએ પણ શાનદાર રમત દાખવી હતી. મારે મારી ઇજાની સમસ્યા હતી પરંતુ હું કબૂલું છું કે અંત સારો રહ્યો. સારી લાગણી અનુભવી રહી છું તેમ મારે કહેવું જોઇએ.” તેમ મેચ બાદ પોતાના જય અંગે ફ્રેનાઝે જણાવ્યું હતું.
વિમેન્સ સિંગલ્સમાં મોખરાના ક્રમની કૌશા ભૈરાપૂરેએ નિધી પ્રજાપતિને 13-11, 11-5, 2-11, 11-9 થી હરાવીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો.
આ સાથે સોહમ ભટ્ટાચાર્યએ પણ તેના ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. અમદાવાદી ખેલાડી રાજકોટ ખાતે અમદાવાદના જ ચિત્રાક્ષ ભટ્ટ સામે ફાઇનલ હારી ગયો હતો. જોકે સુરતના અયાઝ મુરાદ સામે તેણે જરાય મચક આપી ન હતી અને સીધી ગેમમાં વિજય હાંસલ કરવા માટે તેણે ઉપરા ઉપરી વિનર્સ ફટકાર્યા હતા. અંતે તેણે
આ સાથે સોહમ ભટ્ટાચાર્યએ પણ તેના ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. અમદાવાદી ખેલાડી રાજકોટ ખાતે અમદાવાદના જ ચિત્રાક્ષ ભટ્ટ સામે ફાઇનલ હારી ગયો હતો. જોકે સુરતના અયાઝ મુરાદ સામે તેણે જરાય મચક આપી ન હતી અને સીધી ગેમમાં વિજય હાંસલ કરવા માટે તેણે ઉપરા ઉપરી વિનર્સ ફટકાર્યા હતા. અંતે તેણે 11-7, 11-8, 11-9, 11-7થી મેચજીતી હતી. જોકે ધૈર્ય પરમારને ભાવનગરના કરણપાલ જાડેજા સામે સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ તેણે ત્રીજા ક્રમ માટેની મેચ 11-7, 10-12, 10-12, 11-6, 11-5થી જીતી લીધી હતી.
અંડર-19 જુનિયર બોયઝની ફાઇનલ અરાલ્લીના અરમાન શેખ અને સુરતના બુરહાનુદ્દીન માલુભાઈ વચ્ચે રમાઈ હતી. અરમાને તેની નૈસર્ગિક આક્રમક રમત દ્વારા હરીફ ખેલાડી માટે મુશ્કેલી સર્જી હતી અને સીધી ગેમમાં અંડર-19 જુનિયર બોયઝની ફાઇનલ અરાલ્લીના અરમાન શેખ અને સુરતના બુરહાનુદ્દીન માલુભાઈ વચ્ચે રમાઈ હતી. અરમાને તેની નૈસર્ગિક આક્રમક રમત દ્વારા હરીફ ખેલાડી માટે મુશ્કેલી સર્જી હતી અને સીધી ગેમમાં 11-3, 12-10, 11-8, 11-9થી મેચ જીતી લીધી હતી.
ફાઇનલ મેચોના પરિણામોઃ
વિમેન્સ સિંગલ્સ ફાઇનલઃ
ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ ઓઇશિકી જોઆરદાર 11-8, 9-11, 12-14, 11-8, 13-11, 10-12, 11-9;
3-4 સ્થાન માટેઃ કૌશા ભૈરાપૂરે જીત્યા વિરુદ્ધનિધી પ્રજાપતિ 13-11, 11-5, 2-11, 11-9;
મેન્સ સિંગલ્સ ફાઇનલઃ
સોહમ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 11-7, 11-8, 11-9, 11-7.
3-4 સ્થાન માટેઃ ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ કરણપાલ જાડેજા 11-7, 10-12, 10-12, 11-6, 11-5;
જુનિયર બોયઝ અંડર-19 ફાઇનલઃ અરમાન શેખ જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દીન માલુભાઈ 11-3, 12-10, 11-8, 11-9; 3-4 સ્થાન માટેઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 11-13, 11-7, 11-9, 11-7;
જુનિયર ગર્લ્સ અંડર-19 ફાઇનલઃ ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી.
3-4 સ્થાન માટેઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર.
જુનિયર અંડર-17 બોયઝ ફાઇનલઃ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની.
3-4 સ્થાન : માટે જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના.
જુનિયર અંડર-17 ગર્લ્સ ફાઇનલઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ.
3-4 સ્થાન માટેઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ સનાયા આચ્છા.
સબ જુનિયર અંડર-15 બોયઝ ફાઇનલઃ આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ.
3-4 સ્થાન માટેઃ સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ.
સબ જુનિયર અંડર-15 ગર્લ્સ ફાઇનલઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી. 11-9, 11-13, 8-11, 11-4, 11-4;
3-4 સ્થાન માટેઃ ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ ફાતીમા સુથાર 11-13, 11-9, 11-5, 7-11, 11-2;
કેડેટ અંડર-13 બોયઝ ફાઇનલઃ અંશ ખમાર જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ 8-11, 11-8, 11-9, 12-10;
3-4 સ્થાન માટેઃ પર્વ વ્યાસ જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-4, 11-8, 11-5;
કેડેટ અંડર-13 ગર્લ્સ ફાઇનલઃ ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-7, 12-10, 11-7.
3-4 સ્થાન માટેઃ ફિઝા પવાર જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 6-11, 8-11, 11-3, 11-,7 11-8;
હોપ્સ અંડર-11 બોયઝ ફાઇનલઃ અંશ ખમાર જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-5, 12-10, 9-11, 4-11,11-9;
3-4 સ્થાન : માટે અખિલ આચ્છા જીત્યા વિરુદ્ધ ધ્રુવ બાંભાણી 11-8, 11-6, 11-7;
હોપ્સ અંડર-11 ગર્લ્સ ફાઇનલઃ ખનક શાહ જીત્યા વિરુદ્ધ તનિશા ડેપ્યુટી 11-8, 13-11, 4-11, 8-11, 11-8; 3-4 સ્થાન માટેઃ વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 12-10,11-8, 11-6;