અનંતનાગમાં ગ્રેનેડ હુમલામાં સેનાના જવાન સહિત ત્રણ ઘાયલ

Spread the love

સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના અથલાન ગાડોલે ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કરતા આતંકીઓનો હુમલો

જમ્મુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લો અવાનવાર સેના અને આંતકી વચ્ચે અથડામણને કારણે ચર્ચામાં રહેતો હોય છે. આજે પણ  આ જિલ્લામાં આંતકી દ્વારા ગ્રેનેડ હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં સેનાના જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના અથલાન ગાડોલે ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું જ્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગ્રેનેડ હુમલો કર્યો. જેમાં સેનાના જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ તેઓ ખતરામાંથી બહાર હોવાની જાણકારી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *