દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાઈન્સ વિભાગમાં સુરજલને પસંદ કરવામાં આવ્યો
નોઈડા
નોઈડા વિસ્તારમાં રિક્ષામાં રુમાલ રાખીને વેચતા બલવંતસિંહના પુત્રએ દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં એકમિશન મેળવ્યું છે. મુળ તો તેઓ અલીગઢના રહેવાસી છે. પરંતુ બલવંતસિંહ નોઈડા સેક્ટર 37 થી 18 ની બાજુમાં આવતાં રોડ પર એટલે કે નોઈડા દાદરી રોડ પર સેક્ટર 38 પર 25 વર્ષથી રુમાલ વેચવાનો ધંધો કરે છે.
બળવંતસિંહનું કહેવું છે કે તે આખો દિવસ ઠંડી, ગરમી કે વરસાદમાં બારેમાસ આ રોડ પર ઊભા રહ્યા બાદ 1000 સુધી માંડ કમાણી કરે છે. બલવંતસિંહને બે બાળકો છે. જેમા 18 વર્ષનો પુત્ર સુરજલ અને 20 વર્ષની પુત્રી મુસ્કાન આ બન્ને બાળકો ભણવામાં હોશિયાર છે. દિકરો સુરજલ ભણવામાં વધુ હોશિયાર હતો. તેથી તેનું આઈઆઈટીમાં એડમિશન લેવા માટે વિચાર્યુ હતું, 12માં ધોરણ પછી એક વર્ષનો ડ્રોપ લીધો હતો અને ઓનલાઈન કોચિંગ ક્લાસ દ્વારા જેઈઈ મેઈન્સમાં તૈયારી શરુ કરી હતી.
જેઈઈ મેઈન્સ માં સુરજલને 99.2 ટકા સાથે પાસ કરી હતી કારણ કે તેણે એક વર્ષનો ડ્રોપ લીધો હતો. તેના કારણે સુજલ જેઈઈ એડવાન્સના આપી શક્યો, જોકે જેઈઈ મેઈન્સ માં સારા ટકા આવતા હવે દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાઈન્સ વિભાગમાં સુરજલને પસંદ કરવામાં આવ્યો છે. બળવંતસિંહ કહે છે કે દિકરો ભણવામાં હોશિયાર હતો તેથી તેને ભણાવવા માટે હુ સતત મહેનત કરી રહ્યો છું. બલવંતસિંહે કહ્યુ કે સુરજલ આગળ વધુ અભ્યાસ માટે યુપીએસસીની તૈયારી કરવા ઈચ્છે છે. તો દિકરી મુસ્કાન પણ હાલમાં ઈગ્નુમાં બી.એસસી કરી રહી છે. સાથે સાથે તે પણ યુપીએસસીની તૈયારી કરી રહી છે.