ખાનગી હોસ્પિટલ્સ 14થી 16 ઓગસ્ટ સુધી પીએમજેએવાય ડાયાલિસિસ બંધ કરશે

Spread the love

ડાયાલિસિસના ભાવમાં કાપ મૂકવામાં આવતા નારાજ ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશને રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી


અમદાવાદ
ગુજરાતની સરકારે પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી નાખી છે. તેઓએ છેલ્લા 8 વર્ષમાં દરમાં વધારો કર્યો નથી પરંતુ તેનાથી વિપરીત 17% ટકા ઘટાડો થયો છે. જેના સામે રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશને રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી છે અને તેમની માગણી નહીં સંતોષાય તો સરકાર સામેની લડતના ભાગ રૂપે 14થી 16 ઓગસ્ટ સુધી પીએમજેએવાય ડાયાલિસિસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. જાવેદ વકીલે જણાવ્યું હતું કે, જો આ પગલાં છતાં સરકાર અમારી માગણીને નજરઅંદાજ કરશે તો અમે ભવિષ્ચમાં પીએમજેએવાયમાંતી ખસી જવા સહિતના આકરા પગલાં લઈશું.
ગુજરાત માં મોટા ભાગના ડાયાલિસિસના દર્દીઓ પીએમજેએવાય યોજના અંતર્ગત જ ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટર માં ડાયાલિસિસની સાથે સાથે દવાઓ અને ઇન્જેકશનો,લેબ રીપોર્ટસ,સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવા ની સુવિધા, આવા જવા ના ૩૦૦ રૂપિયા અને કિડની ના નિષ્ણાત સાહેબ દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે. પીએમજેએવાય યોજના માં માત્ર ગુજરાત રાજ્ય માં જ ડાયાલીસીસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા નો નિયમ છે જેના થી હોસ્પિટલ ને ડાયાલીસીસ ની પડતર બીજા રાજ્ય કરતા માસિક ૪ થી ૫ હજાર જેટલી વધી જાય છે, અને તેનાથી બાયોમેડિકલ વેસ્ટ પણ ૧૦ ગણો વધી જાય છે. (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્ડિયા ની ડાયાલીસીસ ગાઇડલાઇન પણ ડાયાલીસીસ ફિલ્ટર રિયુઝ કરવાનીં ભલામણ કરે છે.
આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનના કો-ઓર્ડિનેટર ડો. ઉમેશ ગોધાનીએ જણાવ્યું હતું કે, આ બધા ખર્ચાઓને પહોંચી વળવા 2000 રૂપિયા એક ડાયાલિસિસના એમ સરકાર અત્યાર સુધી આપતી હતી પણ વગર વિચારે સીધા ભાવ ઘટાડીને 1650 કરી નાખવામાં આવ્યા છે. જે અયોગ્ય છે. ઈન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજી તથા ઈન્ડિયન સોસાયટી ઓફ હેમોડિયાલિસિસે પણ આ બાબત માટે સમર્થન આપેલ છે. આના વિરોધ માં ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન અને હોસ્પિટલ રીપ્રેઝન્ટેટિવ દ્વારા હેલ્થ મિનિસ્ટર રિષિકેશ પટેલ તેમજ પીએમજેએવાય ના અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર પીએમજેએવાય અધિકારીઓ ને રજૂઆત કરવા છતાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. એક મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ સોલ્યૂશન ના આવતા ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ ૧૪ ઓગસ્ટ થી તારીખ ૧૬ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં પીએમજેએવાય ડાયાલિસિસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આઈએમએ દ્વારા પણ આ બાબત માં એસોસિયેશનને સમર્થન મળ્યું છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *