વીડિયો આપણાં દેશના એવા યુગમાં પ્રવેશને દર્શાવે છે કે જેમાં ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ’ના સિદ્ધાંતને દરેક જણ દ્વારા દૈનિક જીવનમાં અપનાવવામાં આવ્યો છે
અમદાવાદ
સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્ડિયનઓઈલ કોર્પોરેશન લિ.(ઈન્ડિયનઓઈલ) દ્વારા સમર્થિત રમત-જગતના વિવિધ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનારા અલગ-અલગ રમતના ખેલાડીઓને રજૂ કરતાં ભારતના રાષ્ટ્રગાનનું રેન્ડિશન જારી કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દ્વારા એક પ્રેરણાદાયક મ્યુઝિકલ વીડિયો ‘જય હે’ પણ જારી કર્યો હતો, આ રચનાત્મક વીડિયો આપણાં દેશના એવા યુગમાં પ્રવેશને દર્શાવે છે કે જેમાં ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ’ના સિદ્ધાંતને દરેક જણ દ્વારા દૈનિક જીવનમાં અપનાવવામાં આવ્યો છે અને તેના દ્વારા જ સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.
રાષ્ટ્રગાનના રેન્ડિશન અને ઈન્ડિયનઓઈલ સ્પોર્ટ્સ થીમ સોંગના અનાવરણ વખતે ઈન્ડિયનઓઈલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ આ પ્રયાસ પરત્વે સંસ્થાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી..
જય હે રમતવીરના જીવનના વિવિધ તબક્કાને રચનાત્મક રીતે પ્રતિબિંબિત કરે છેઃ
જય હેઃ પ્રતિબદ્ધતા
જય હેઃ પ્રેરણા
જય હેઃ વિજય નાદ
જય હેઃ રમતમાં વિજય
જય હેઃ ભારત માટે વિજય
પોતાની યુવાની દરમિયાન સર્વોત્તમ દેખાવ કરવા સતત પ્રયત્નશીલ રહેતા અને અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરતા દરેક ભારતીય રમતવીરને તેમાં દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. ચેસ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનનંધા અને ભૂતપૂર્વ ઓલિમ્પિયન પુલેલા ગોપિચંદ સહિત અનેક રમતવીરો તેના જવલંત ઉદાહરણો છે.