25થી 30 સપ્ટેમ્બરે યોજાનારી લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફ

Spread the love

આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી

અમદાવાદ 

ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સમયાંતરે ખાતાકિય પરીક્ષા યોજાતી હોય છે. આવી ખાતાકિય પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજયના વિવિધ સરકારી વિભાગોમાં સરકારી કર્મચારીઓ માટે યોજાતી ખાતાકિય પરીક્ષા મોકૂફ રખાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું તા. 25.09.2023 થી તા. 30.09.2023 દરમ્યાન આયોજન કરવામાં આવેલ હતું. આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. મંડળ દ્વારા નવી તારીખ નક્કી થયેથી ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *