મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સવારે ભૂકંપના 3.4ની તિવ્રતાના આંચકા

Spread the love

હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, ભૂકંપ 5 કિમીની ઊંડાઈ પર આવ્યો હતો

કોલ્હાપુર

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. જેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ આપી છે. જોકે, હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આજે સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, ભૂકંપના આ આંચકા ભારતીય માનક સમય પર 06:45 વાગ્યે અનુભવાયા હતા. આ ભૂકંપ 5 કિમીની ઊંડાઈ પર આવ્યો હતો. 

જોકે હાલમાં કોઈ પણ જાનહાનિ કે, સંપત્તિના નુકશાનનો કોઈ અહેવાલ નથી. કોલ્હાપુર મુંબઈથી લગભગ 375 કિમી દૂર પશ્ચિમી મહારાષ્ટ્રમાં સ્થિત છે. 

મેઘાયલ અને બાંગ્લાદેશના ઉત્તરી વિસ્તારમાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.4 નોંધાઈ હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *