હૈદરાબાદ
કિટો મોટર્સ અને સાયરા ઇલેક્ટ્રિકે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગમાં નોંધપાત્ર ભાગીદારી બનાવી છે, જેના થકી સાયરા કિટો ઇવી પ્રાઈવેટ લિમિટેડની રચના થઈ છે. આ સહયોગી સાહસ ભારતના ઇલેક્ટ્રિક 3-વ્હીલર (E3W) સેક્ટરમાં મુખ્ય કંપની તરીકે રહેશે, જે દેશના ટકાઉ પરિવહન ઉદ્દેશ્યો સાથે સંરેખિત થશે.
પેસેન્જર્સ અને કાર્ગો માટે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ (ઇ ઓટો) ની L5 રેન્જના ડિઝાઇનિંગ અને ઉત્પાદનમાં કિટો મોટર્સની કુશળતાની સાથે તથા L3 ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર (ઇ રિક્ષા)ની વિવિધ રેન્જના ડિઝાઇનિંગ, ઉત્પાદન અને રિટેલિંગમાં સાયરા ઇલેક્ટ્રિકની નિપુણતાનો ઉપયોગ કરીને, આ ભાગીદારી ઇવી માર્કેટમાં નોંધપાત્ર અસર કરવા માટે તૈયાર છે.
સાયરા કિટો ઇવી પ્રાઇવેટ લિમિટેડની વ્યૂહાત્મક બ્લૂપ્રિન્ટ સમગ્ર ભારતમાં એક વિશાળ હાજરીને સમાવે છે, જેના અંતર્ગત 100થી વધુ ડીલરોનું પ્રારંભિક નેટવર્ક છે જે એક વર્ષમાં વધીને 250 ડીલરો સુધી પહોંચવાનો અંદાજ છે. આ વિસ્તરણ વ્યૂહરચના મુખ્ય મહાનગરો, ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં L5 ઇલેક્ટ્રિક ઓટોની સુલભતા સુનિશ્ચિત કરે છે. આ સંયુક્ત સાહસ ભારતની મહત્વાકાંક્ષી ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતાને સમર્થન આપવા અને વર્ષ 2030 સુધીમાં 3-વ્હીલર અને 2-વ્હીલર ફ્લીટના 80% ઇલેક્ટ્રિફિકેશન તરફ આગળ વધવાનો ઇરાદો ધરાવે છે.
સાયરા ઇલેક્ટ્રિકના સ્થાપક અને નિયામક નીતિન કપૂરે, ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરતા પર્યાવરણને અનુકૂળ અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન વ્હીકલ્સ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને સમર્થન આપતાં ભાગીદારી માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
સાયરા કિટોની ઓફરિંગ્સ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક પેસેન્જર અને કાર્ગો વાહનોને સમાવિષ્ટ કરશે, જે અદ્યતન અને કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ પહોંચાડવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
તેલંગાણા અને હરિયાણામાં સુવિધાઓ પર ઉત્પાદિત, આ અત્યાધુનિક ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ સ્પર્ધાત્મક કિંમતે હશે, અને સાહસ છ મહિનામાં છ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
કિટો મોટર્સના સ્થાપક ડો. કાર્તિક પોન્નાપુલાએ આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “આ સંયુક્ત સાહસ ઊભરતા માર્કેટ સેગમેન્ટની જરૂરિયાતો પૂરી કરવા માટે આગામી થોડા ત્રિમાસિક ગાળામાં નવી પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જની શરૂઆત સાથે ઉદ્યોગમાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સની સૌથી મોટી પ્રોડક્ટ રેન્જ ઓફર કરશે. આ અદ્યતન ટેક્નોલોજી પ્રોડક્ટ્સને ગ્રુપ વર્ટિકલ્સ એટલે કે, કિટોની ફ્લીટ મેનેજમેન્ટ કુશળતા અને ટ્રિનિટી ક્લીનટેકના ઇવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાને સમન્વયિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને ઇવી ઇકોસિસ્ટમ હવે શરૂ થવાની તૈયારીમાં છે.”
આ ગતિવિધ એ સાયરા કિટો જોઈન્ટ વેન્ચરની સફરમાં એક નોંધપાત્ર પગલું છે, જે ‘સેવા તરીકે ઇલેક્ટ્રિક મોબિલિટી’ની અનુભૂતિને આગળ ધપાવે છે. તે ટકાઉ ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ માટે રાષ્ટ્રના વિઝન સાથે સંરેખિત રહીને ફર્સ્ટ અને લાસ્ટ-માઈલ ટ્રાન્ઝિટને ઇલેક્ટ્રિફાઈ કરવાના ભારતના ધ્યેયને સમર્થન આપે છે.