10 હજાર ડોલરની કરન્સી એક્સચેન્જ કરવવા અર્થે મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા
મેક્સિકો
છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મૂળ અમદાવાદના ગુજરાતીની મેક્સિકોમાં હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા લૂંટના ઈરાદે કરી હોવાની માહિતી મળી રહી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મેક્સિકોમાં રહેતા મૂળ અમદાવાદના કેતન શાહ કે જેઓ ટોરેન્ટ ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ ગત શનિવારે 10 હજાર ડોલરની કરન્સી એક્સચેન્જ કરવવા અર્થે મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા, ત્યાથી તેઓ પિતાની સાથે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર બે શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કેતન શાહનું ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિક સુત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર બાઈક સવાર બે યુવક ગાળીબાર કરીને લૂંટને અંજામ આપ્યો હતો. આ ઘટના અંગે ભારતીય દૂતાવાસે પણ ટ્વિટ કરીને વાતની પુષ્ટિ કરી હતી. આ ઘટના અંગે સ્થાનિક પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી હતી.