લોંચ કરે છે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર કેમ્પા ક્રિકેટ

મુંબઈ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની (RRVL) સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી અને એફએમસીજી પાંખ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL), અનોખા ક્રિકેટ-થીમયુક્ત પીણાં, કેમ્પા ક્રિકેટને લોંચ કરવાની સાથે પોતાના બેવરેજ પોર્ટફોલિયોના વિસ્તરણની આજે જાહેરાત કરી છે.
ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર, કેમ્પા ક્રિકેટ એ લેમન-ફ્લેવર્ડ કાર્બોનેટેડ પીણું છે જે ભારતભરના ઉન્માદપૂર્ણ ક્રિકેટ ચાહકોને સમર્પિત છે. તરોતાજા કરનારું આ પીણું ખાસ મેદાન ઉપર અને મેદાન બહાર ઉપભોક્તાઓને રિહાઈડ્રેટ અને રિવાઈટલાઈઝ કરવા માટે ખાસ વિકસાવાયું છે.
“કેમ્પા ક્રિકેટનો ઉદ્દેશ બ્રાન્ડ કેમ્પા અને ભારતના સૌથી મોટા ઉન્માદમાં સ્થાન ધરાવતી, ક્રિકેટની રમત વચ્ચે મજબૂત જોડાણ સ્થાપિત કરવાનો છે. ક્રિકેટના ચાહકો તેમના ફેવરિટ ક્રિકેટર્સ માટે ચીયર કરી રહ્યા હોય અથવા તો તેમની રોજિંદી કામગીરી હાથ ધરી રહ્યા હોય આ પીણું ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોવાથી તે નમકની આપૂર્તિ કરીને શરીરને નવપલ્લિત કરી દે છે અને લેમની રિફ્રેશમેન્ટ પણ પૂરું પાડે છે,” એમ RCPLના પ્રવક્તાએ જણાવ્યું હતું.
કેમ્પા ક્રિકેટ સખ્યાબંધ ફોર્મેટમાં ઉપભોક્તાઓ સમક્ષ ઉપલબ્ધ થશે, જેમાં 250 મિલિના પેકનો સમાવેશ થાય છે જે રૂ. 20ની કિંમતે ઉપલબ્ધ થશે, જ્યારે 500 મિલિ પેક રૂ. 30ની કિંમતે ઉપલબ્ધ થશે. આ પીણું કર્ણાટક, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશ સહિતના મુખ્ય રાજ્યોમાં લોંચ કરવામાં આવશે.
કેમ્પા ક્રિકેટની પ્રસ્તુતિ એ વાજબી કિંમતે ભારતીય ઉપભોક્તાઓને ઉચ્ચ ગુણવત્તાશીલ અને નવતર પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ પ્રસ્તુત કરવાના RCPLના લક્ષ્યની સાક્ષી પૂરે છે. આ લોન્ચ સાથે RCPL કેમ્પા, રાસકિક, અને સોસ્યો હજૂરીનો સમાવેશ ધરાવતા પીણાંની વૃદ્ધિ પામતી બેવરેજ રેન્જને સુદૃઢ બનાવી રહી છે.
RCPLનો વૈવિધ્યસભર એફએમસીજી પોર્ટફોલિયો હાલ તેની પોતાની બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સ હેઠળ દૈનિક વપરાશની ચીજો, લોટસ ચોકોલેટ્સ અને ટોફીમેન તરફથી કન્ફેક્શનરી, શ્રીલંકાની અગ્રણી બિસ્કીટ બ્રાન્ડ માલિબાન, એલન્સ બગલ્સ કોર્ન ચિપ્સ તથા હોમ એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સને ડોઝો, એન્ઝો તથા ગેટ રિયલ જેવી બ્રાન્ડ્સ હેઠળની વિશાળ રેન્જ ધરાવે છે.