અમદાવાદ જિલ્લોઃ ખોખરા રમતગમત સંકુલ ખાતે અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા કુસ્તી સ્પર્ધા

Spread the love

અંડર ૧૪, અંડર ૧૭ અને અબોવ ૧૭ વય જૂથમાં ૭૦થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો લઈ રહ્યા છે ભાગ

દરેક વયજૂથ કેટેગરીમાં પાંચ અલગ અલગ વજન ગ્રુપમાં યોજાઈ રહી છે સ્પર્ધાઓ

અમદાવાદ

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા કુસ્તી સ્પર્ધાઓ ખોખરા રમતગમત સંકુલ, અમદાવાદ ખાતે યોજાઇ રહી છે. ૨૩ અને ૨૪ જાન્યુઆરી સુધી યોજનાર બે દિવસીય કુસ્તી સ્પર્ધાઓમાં અંડર ૧૪, અંડર ૧૭ અને અબોવ ૧૭ વય જૂથમાં ૭૦થી વધુ ખેલાડીઓ ભાઈઓ-બહેનો ભાગ લઈ રહ્યા છે.

ભાઈઓની તમામ વય જૂથની કુસ્તી સ્પર્ધાઓ ૨૩ જાન્યુઆરીના રોજ જ્યારે બહેનોની તમામ વય જૂથની કુસ્તી સ્પર્ધાઓ ૨૪ જાન્યુઆરીના રોજ યોજાશે.

આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા રમતગમત અધિકારી ડો. અમિત ચૌધરી અને ખેલ મહાકુંભ સેલ, ગાંધીનગરના સ્ટેટ નોડલ ઓફિસર જયરાજસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓના વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *