રૂ. 10 લાખ કરોડની કુલ ઇક્વિટી પાર કરનારી પ્રથમ ભારતીય કંપની
વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ આવક રૂ. 1,071,174 કરોડ ($ 125.3 બિલિયન), Y-O-Y 7.1% વૃધ્ધિ
વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડEBITDA રૂ. 183,422 કરોડ ($ 21.5 બિલિયન), Y-O-Y2.9% વૃધ્ધિ
વાર્ષિક કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 81,309 કરોડ ($ 9.5 બિલિયન), Y-O-Y2.9% વૃધ્ધિ
જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 26,109 કરોડ,Y-O-Y 21.9% વૃધ્ધિ
રિલાયન્સ રિટેલનો વાર્ષિક પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 12,392 કરોડ, Y-O-Y11.6% વૃધ્ધિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેર દીઠ રૂ. 5.5નું ડિવિડન્ડ જાહેર કર્યું
આ પરિણામો વિષે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “નબળી સમગ્રલક્ષી-આર્થિક પરિસ્થિતિઓ અને બદલાતા ભૂ-રાજકીય ફલક સાથેFY2025વાસ્તવમાં વૈશ્વિક વ્યાપારના વાતાવરણ માટે અત્યંત પડકારજનક વર્ષ રહ્યું છે. ઓપરેશનલ અનુશાસન, ગ્રાહક-કેન્દ્રિત નવીનતા અને ભારતની વૃદ્ધિલક્ષી જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા પર અમે ધ્યાન કેન્દ્રિત કરતાં રિલાયન્સને આ વર્ષ દરમિયાન સ્થિર નાણાકીય પ્રદર્શન કરવામાં મદદ સાંપડી છે.

ઊર્જા બજારોમાં વ્યાપક અસ્થિરતા હોવા છતાં ઓઇલથી માંડીને કેમિકલ્સ સુધીના વ્યાપારે મજબૂત પ્રદર્શન કર્યું હતું. ડાઉનસ્ટ્રીમ કેમિકલ્સ બજારોમાં માંગ-પૂરવઠાની સમતુલા સાવ ખોરવાઈ જતાં વર્ષો-વર્ષના નીચા માર્જિન જોવા મળ્યા છે. અમારી બિઝનેસ ટીમે વેલ્યુ ચેઈન્સમાં માર્જિન કેપ્ચર વધારવા એકીકૃત કામગીરી અને ફીડસ્ટોક પડતરોનું ઑપ્ટિમાઇઝેશન સુનિશ્ચિત કર્યું હતું. અમારા KGD6 અને CBM બ્લોક્સમાંથી વધુ ઊંચા ઉત્પાદનને લીધેઓઈલ એન્ડ ગેસ બિઝનેસે અત્યાર સુધીની પોતાની સૌથી વધુ વાર્ષિક EBITDA નોંધાવી હતી.
રિટેલ સેગમેન્ટે પણ સાતત્યપૂર્ણ વૃદ્ધિ દર્શાવી હતી. FY25માં, અમારા સ્ટોર નેટવર્કના વ્યૂહાત્મક રિકેલિબ્રેશન પર બિઝનેસે ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનો હેતુ ઓપરેશનલ કાર્યક્ષમતા અને લાંબાગાળાના સાતત્યને સુધારવાનો હતો. અમારા વિસ્તરેલા પ્રોડક્ટ કેટલોગ અને તમામ ફોર્મેટમાં યુઝર એક્સપિરિયન્સે ગ્રાહકના જોડાણને વધુ મજબૂત બનાવ્યું. ઝડપી હાઇપરલોકલ ડિલિવરી માટેની પહેલે પણ બજારમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે, જે યુઝર્સ સાથે મજબૂત રીતે જોડાયેલી છે. અમારી ઓમ્ની-ચેનલ ઓફરિંગ્સ અને વ્યાપક ઉપસ્થિતિ રિલાયન્સ રિટેલને તેના તમામ ગ્રાહકોને વધુ ચડિયાતું મૂલ્ય પહોંચાડવાનું જાળવી રાખવા માટે સક્ષમ બનાવશે.
અમારા ડિજિટલ સર્વિસિસ બિઝનેસે વિક્રમી રેવન્યુ અને નફાના આંકડા હાંસલ કર્યા છે. સબસ્ક્રાઇબર બેઝમાં સ્થિર વૃદ્ધિ, ઈમ્પ્રુવિંગ મિક્સ અને વધતા યુઝર એંગેજમેન્ટ મેટ્રિક્સે કમાણીમાં વૃદ્ધિ નોંતરી છે. અમારી 5G સર્વિસીઝની દૃઢ સ્વીકૃતિ અને અમારી હોમ બ્રોડબેન્ડ ઓફરિંગ્સનો વ્યાપ મજબૂત રીતે વધવાની સાથે સબ્સ્ક્રાઇબર્સ અને હોમ-કનેક્ટ્સની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે. જિયોએ નવતર પહેલોમાં રોકાણ કરવાનું ચાલુ રાખવાની સાથે, AI ક્ષમતાઓ અને નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ભારતના ડિજિટલ ભવિષ્યને આકાર આપશે.
FY25 દરમિયાન, અમે રિન્યુએબલ એનર્જી અને બેટરી ઓપરેશન્સમાં અમારા પ્રોજેક્ટ્સ માટે મજબૂત પાયો નાંખ્યો છે. આગામી ક્વાર્ટરમાં, આપણે આ બિઝનેસને ઇન્ક્યુબેશનના સ્તરથી ઉત્ક્રાંતિ પામીને ઓપરેશનલાઇઝેશનના સ્તરે પહોંચતા જોઈશું. હું દ્રઢપણે માનું છું કે ન્યૂ એનર્જી ગ્રોથ એન્જિન એ રિલાયન્સ, ભારત અને સમગ્ર વિશ્વ માટે નોંધપાત્ર મૂલ્યસર્જન કરશે.”
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“JPL”) કોન્સોલિડેટેડ
ક્વાર્ટર્લી રેવન્યુ રૂ. 39,853 કરોડ, Y-O-Y17.8% વૃધ્ધિ
ક્વાર્ટર્લી EBITDA રૂ. 17,016 કરોડ, Y-O-Y18.5% વૃધ્ધિ
માર્ચ 2025ની સ્થિતિએ કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ 488 મિલિયન હતો, જેમાં 191 મિલિયન ટ્રૂ5જી સબસ્ક્રાઇબર્સનો સમાવેશ થાય છે
5જીની અપનાવવાથી અને હોમ સ્કેલ અપને કારણે ના.વ.2025માં ડેટા ટ્રાફિક ~185 એક્ઝાબાઇટ સુધી પહોંચ્યો, Y-O-Y24% વૃધ્ધિ
ટેરીફમાંવૃધ્ધિને કારણે એ.આર.પી.યુ. વધુ એક ક્વાર્ટરમાં મજબૂત સુધારા સાથે રૂ. 206.2 સુધી પહોંચી
રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “તમામ ભારતીયો માટે વિશ્વની શ્રેષ્ઠ નેટવર્ક ટેક્નોલોજી અને વૈવિધ્યપૂર્ણ ડિજિટલ સેવાઓ સાથે જિયો કસ્ટમર એન્ગેજમેન્ટમાં સતત શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યું છે. એક સ્થળે વિશ્વના સૌથી વધુ લોકો એકત્ર થયા હોય તેવા મહાકુંભ મેળામાં જિયોએ તેની નેટવર્કની વિશાળતા અને સરળતા ખૂબ જ સારી રીતે પ્રદર્શિત કરતાં લાખો લોકોને સેવા પૂરી પાડવામાં જિયોએ ગર્વ અનુભવ્યો હતો. જિયો વિશાળ સ્તરે એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ ઊભી કરવા માટે કાર્યરત છે, જે જિયોની સેવાઓમાં એક ઇન્ટેલિજન્ટ લેયર ઉમેરશે. ”
રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) કોન્સોલિડેટેડ
ક્વાર્ટર્લી રેવન્યુ રૂ. 88,620 કરોડ, Y-O-Y 15.7% વૃધ્ધિ
ક્વાર્ટર્લી EBITDAરૂ. 6,711 કરોડ, Y-O-Y 14.3% વૃધ્ધિ
1,085 નવા સ્ટોર્સ ખોલ્યાં
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું કે,
“કાર્યક્ષમતામાં સુધાર, નવીન ફોર્મેટ્સ, શાર્પ પ્રોડક્ટ મિક્સ અને ટેક્નોલોજી તથા ગ્રાહક અનુભવમાં મૂડીરોકાણના પરિણામે રિલાયન્સ રિટેલે આવકો અને નફામાં મજબૂત વૃદ્ધિ કરી છે. સ્ફૂર્તિ અને ધ્યેય સાથે અમે રિટેલના ભવિષ્યને કંડારવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું.”
