મેચના એક દિવસ પહેલાની પ્રેક્ટિસ સેશન પહેલા પાકિસ્તાની ખેલાડી અને સ્પોર્ટ સ્ટાફ મેદાન પર જ નમાજ પઢતા જોવા મળ્યા

પલ્લેકેલે
ક્રિકેટ ફેન્સ જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેવી એશિયા કપ 2023ની આજની મેચ એટલે કે ભારત વિ. પાકિસ્તાનમેચ શરૂ થયાની થોડી જ વારમાં ત્યાં વરસાદ પડ્યો હતો જેને કારણે મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. જોકે, હવે મેચ પહેલાનો પાકિસ્તાની ખેલાડીઓનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ ફોટોમાં પાકિસ્તાની ખેલાડીઓએ પીચ પર જ નમાજ પઢી હતી.
પાકિસ્તાની ટીમના જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે એ ફોટો મેચના એક દિવસ પહેલાની પ્રેક્ટિસ સેશનના છે. આ ફોટોમાં પાકિસ્તાની ખેલાડી અને સ્પોર્ટ સ્ટાફ મેદાન પર જ નમાજ પઢતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ નમાઝ પઢતા પ્લેયરના ફોટો પાકિસ્તાની ટીમના સ્ટાર પ્લેયર શાહીન શાહ આફરીદી અને મોહમ્મદ રિઝવાન સહિત તમામ પ્લેયર્સ જોવા મળી રહ્યા છે. જોકે આ ફોટોમાં ક્યાંય પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ નજરે નથી પડી રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023ની શાનદાર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે શનિવાર 2જી સપ્ટેમ્બરે થઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં પરત ફર્યા છે. જ્યારે મોહમ્મદ શમીને તક આપવામાં આવી નથી.