અંધજન મંડળનાં 10 અંધજનોને નિઃશુલ્ક વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી
અમદાવાદ
ભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડ જાવેદ હબીબ સલુનનાં આઉટલેટનો શહેરનાં આનંદનગર રોડ પર કૃષ્ણા ટાવર્સમાં આરંભ થયો છે. અમદાવાદમાં જાવેદ હબીબ સલુનનું આ દસમું અને ગુજરાતમાં ૨૭મું આઉટલેટ છે.
આનંદનગર રોડ પર શ્રી કૃષ્ણા ટાવર્સમાં આરંભાયેલા આ સલુનનું ઉદઘાટન જાવેદ હબીબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધજન મંડળનાં 10 અંધજનો(દિવ્યાગ)ને નિઃશુલ્ક વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય હેર સ્ટાઈલીસ્ટ જાવેદ હબીબે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાતમાં જાવેદ હબીબ હેર સલુનનો આરંભ કરતાં મને ઘણો આનંદ થાય છે. અમદાવાદ જેવા ટોચના મેટ્રો શહેરોમાં હેર ડિઝાઈન અને સ્ટાઈલીંગની સભાનતા વધી રહી છે. આ સલુનથી વાળની ઉત્કૃષ્ટ માવજત અને સ્ટાઈલીંગ કરવાવા ઈચ્છુક ચાહકોની જરૂરિયાત સંતોષાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણે જેમ શરીરના દરેક અંગોની જાળવણી માટે સભાન રહીએ છીએ, તેમ વાળની માવજત અંગે પણ જાગૃત રહેવું જોઈએ. વાળની માવજત માટે રોજ વોશ કરવા જોઈએ. આનંદનગર રોડ પરનાં જાવેદ હબીબ સલુનનાં માલિક કિરણ આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જાવેદ હબીબ હેર સલુનને શરૂ કરતાં અમને ઘણો આનંદ થાય છે.