ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ
મુંબઈ
સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી, ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ. આજનો કારોબાર ખતમ થવા પર બીએસઇ સેન્સેક્સ 0.23 ટકાના વધારા અને 152.12 પૉઇન્ટના ઉછાળા સાથે 65,780.26 અને નેશનલ સ્ટૉક્સ એક્સચેન્જનો નિફ્ટી 0.24 ટકાના વધારા અને 46.10 પૉઇન્ટના ઉછાળાની સાથે 19,574.90 પૉઇન્ટ પર ક્લૉઝ થયો છે.
શેરબજારનું આજે ક્લૉઝ સારા મૉમેન્ટમ સાથે રહ્યું હતું. સેન્સેક્સ બરાબર 65780 ના સ્તર પર બંધ થયો છે અને નિફ્ટી 19577ના સ્તર પર બંધ થયો છે. શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 0.25 ટકાના વધારા સાથે બંધ થયા છે. શેરબજારના કુલ માર્કેટ કેપમાં રૂ. 1.70 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
બીએસઈ સેન્સેક્સ 152.12 પોઈન્ટ અથવા 0.23 ટકા વધીને 65,780 ના સ્તર પર ટ્રેડિંગ બંધ કરી રહ્યો છે. આ સિવાય એનએસઈ નો નિફ્ટી 49.05 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 19,577 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો છે.
સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ બંધ થયું છે અને 12 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. બીજી તરફ, જો નિફ્ટીના 50 શેરની વાત કરીએ તો આજે ટ્રેડિંગ 33 શેરમાં મજબૂત ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયું છે, જ્યારે 17 શેરના ઘટાડા સાથે વેપાર બંધ થયો છે.